પ્રતિષ્ઠિત બાબા સાહેબ ફાળકે પુરસ્કારથી અમિતાભ બચ્ચન સન્માનિત
પ્રતિષ્ઠિત બાબા સાહેબ ફાળકે પુરસ્કારથી અમિતાભ બચ્ચન સન્માનિત
નવી દિલ્હીઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરે ટ્વીટ કરી આ જાણકારી આપી. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. જે સિનેમા ક્ષેત્રમાં શાનદાર યોગદાન બદલ આપવામાં આવે છે. આ વખતે પુરસ્કાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આપવામાં આવી રહ્યો છે.

પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાને યોગદાન આપનાર અમિતાભ બચ્ચનને વર્ષ 2018નો દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરે ટ્વીટ કરી લખ્યું કે, 2 પેઢીઓને મનોરંજન અને પ્રેરણા આપનાર મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ પુરસ્કાર માટે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. આખો દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખુશ છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા.
અમિતાભ બચ્ચનને રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે. રાજનાથ સિંહે લખ્યું કે, અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના એવા કલાકારોમાંના એક છે જેમણે લાંબા સમય સુધી સિને પ્રેમીઓના દિલ પર રાજ કર્યું છે. પાંચ દશકમાં તેમણે અનેક ફિલ્મોમાં પોતાની અભિનય કલા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. તેમને દાદા સાહેબ ફાળકે સન્માન મળવાની ખુબ ખુબ શુભકામનાઓ.












Click it and Unblock the Notifications
