અમિતાભને કેબીસીમાં યાદ આવી ગયું ‘મૂંછેં હોં તો નત્થૂલાલ જૈસી’

અમિતાભે સોમેન્દ્ર સિંહની મૂંછોની ઘણી પ્રશંસા કરી. સોમેન્દ્ર સિંહે પોતાની મૂંછોના રહસ્ય અંગે જણાવ્યું હતું કે તેમને આવી મૂંછ રાખવાની પ્રેરણા અક્ષય કુમારની ફિલ્મ ‘રાઉડી રાઠોડ'થી મળી. અમિતાભે પણ તેમની મૂંછોને વખાણતાં જણાવ્યું હતું કે હવે તો નત્થૂલાલની મૂંછોનો જમાનો જતો રહ્યો. હવે તો રાઉડ રાઠોડની મૂંછોનો જમાનો છે. સોમેન્દ્ર સિંહ સેનામાં છે અને સાથે જ બિગ બીના બહુ મોટા ફેન પણ છે.
સોમેન્દ્ર સિંહ માત્ર મૂંછે જ નહિં, પરંતુ લુકમાં પણ રાઉડી રાઠોડની જેમ જ લાગતા હતાં. સોમેન્દ્ર સિંહે એક પછી એક બિગ બીના સવાલોના જવાબ આપતા શોમાં પૂરા 25 લાખ રુપિયા જીત્યા હતાં. તેઓ 1 કરોડ પણ જીતી શક્યા હોત, પણ તેમની લાઇફ લાઇન ખતમ થઈ ગઈ હતી અને તેમને કોઈ પણ પ્રકારનો રિસ્ક નહોતો લેવો. આ એપિસોડ આજે ટેલીકાસ્ટ થશે.












Click it and Unblock the Notifications
