અમિતાભ-શ્રીદેવીની લોકપ્રિયતા આજેય અકબંધ

મુંબઈ, 22 ડિસેમ્બર : છેલ્લા ઘણા વર્ષોથી હિન્દી સિનેમાની સેવા કરતાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને આ વર્ષે 15 વર્ષ બાદ હિન્દી ફિલ્મોમાં જોરદાર કમૅબેક કરનાર અભિનેત્રી શ્રીદેવીને આજે પણ લોકો સૌધી વધુ પસંદ કરે છે. વર્ષ 2012 માટે વુક્લિપ આઇકૉન્સ સર્વે મુજબ આજેય ભારતના લોકો અમિતાભ અને શ્રીદેવીના ઘેલાં છે.

Amitabh-Sridevi

આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે સૌથી પ્રસિદ્ધ અભિનેતા-અભિનેત્રીઓની યાદીમાં સૌથી વધુ વોટ અમિતાભ અને શ્રીદેવીને મળ્યાં છે. બંનેને 43 ટકા કરતા વધુ લોકોએ પસંદ કર્યાં છે. અમિતાભ તો સતત ફિલ્મોમાં સક્રિય છે, પરંતુ શ્રીદેવીની લોકપ્રિયતા એટલા માટે પણ મહત્વની ગણાય કે તેઓ ડોઢ દાયકા સુધી ફિલ્મોથી દૂર રહ્યાં છે.

આ વોટિંગ રિઝલ્ટમાં ભારતના મુખ્ય ઉદ્યોગપતિ રતન તાતાને 53 ટકા વોટ મળ્યાં છે કે જેના કારણે ઉદ્યોગ જગતની સૌથી જાણીતી હસ્તી રતન તાતા રહ્યાં. આ યાદીમાં બીજા નંબરે મુકેશ અંબાણી છે કે જેમને 29 ટકા વોટ મળ્યાં. પછી સુનીલ ભારતી મિત્તલ, અઝીમ પ્રેમજી અને ચંદા કોચરના નંબર આવે છે, તો ફરી એક વાર સંગીતકારોની યાદીમાં એ. આર. રહેનામ ટોચે રહ્યાં છે. તેમના પછી પ્રીતમ, શંકર મહાદેવન છે, તો સૌથી વધુ પસંદ કરાતાં મેલ સિંગર સોનૂ નિગમ રહ્યાં અને ફીમેલ સિંગર સુનિધિ ચૌહાણ રહ્યાં.

આપને જણાવી દઇએ કે અમિતાભ અને શ્રીદેવીએ ઇન્કલાબ, આખિરી રાસ્તા અને ખુદા ગવાહ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X