For Quick Alerts
For Daily Alerts
શીખ વિરોધી રમખાણો અંગે અમિતાભને અમેરિકી અદાલતનું Summon
લૉસ એંજલ્સ, 28 ઑક્ટોબર : 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં એક અમેરિકી અદાલતે બૉલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના નામે સમન જાહેર કર્યું છે. ફરિયદીઓએ આરોપ લગાવ્યો છે કે અમિતાભ બચ્ચને તે વખતના વડાપ્રધાન ઇંદિરા ગાંધીના અંતિમ સંસ્કાર બાદ લોકોને હિંસા માટે ઉશ્કેર્યા હતાં.
અદાલતે બિગ બીને સમન મળ્યાના 21 દિવસની અંદર જવાબ આપવા કહ્યું છે. અમેરિકાની જિલ્લા અદાલતમાં ન્યુયૉર્કના સંગઠન શીખ ફૉર જસ્ટિસ (એસએફજે) તથા બે રમખાણ પીડિતોએ ફરિયાદ નોંધાવી હતી. આ બે પીડિતો છે કૅલીફૉર્નિયાના નિવાસી મોહેંદર સિંહ અને દિલ્હીના બાબૂ સિંહ દુખિયા.
અમિતાભ બચ્ચન સામે માનવાધિકારોના ભંગનો આરોપ છે. હજી સુધી અમિતાભ બચ્ચન તરફથી આ અંગે કોઈ પ્રત્યાઘાત સાંપડ્યાં નથી.
એક બાજુ અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મને મળી રહેલ સફળતાની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી બાજુ અમેરિકન અદાલતે આવું સમન પાઠવી અમિતાભની મુશ્કેલીઓ વધારી દીધી છે.