મહિલાઓના 'ઈનરવેર' પર ટ્વિટ કરીને ફસાયા અમિતાભ બચ્ચન, લોકોએ કહ્યુ - બિગ બી પાસે આવી અપેક્ષા નહોતી
Amitabh Bachchan: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બિગ બી ફેન્સ માટે રોજ કંઈક ને કંઈક શેર કરતા રહે છે. જો કે, તેમને પણ ક્યારેક ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. બિગ બીએ મહિલાઓના ઈનરવેર પર કંઈક એવું ટ્વિટ કરી દીધુ જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેમની ક્લાસ લગાવી રહ્યા છે.
વાસ્તવમાં, વાત એમ છે કે મહાનાયક બિગ બીનુ એક જૂનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે લૉન્જરી વિશે સવાલ પૂછ્યા હતા. લોકો આ ટ્વીટ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને બિગ બી પાસેથી આવી અપેક્ષા નહોતી.

અમિતાભ બચ્ચનનું વાયરલ ટ્વીટ 2010નું છે, તેમણે આ ટ્વીટમાં એક સવાલ પૂછ્યો હતો. અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું - અંગ્રેજી ભાષામાં શા માટે બ્રા એકવચન અને પેન્ટી બહુવચન છે? બિગ બીનું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે જેના કારણે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.
બિગ બીના આ ટ્વીટને રીટ્વીટ કરતા એક યુઝરે લખ્યું - 'આખરે કોઈ તો મહત્વપૂર્ણ સવાલ પૂછી રહ્યું છે.' બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું- 'સારો સવાલ મિસ્ટર બચ્ચન, KBCની આગામી સિઝનમાં પૂછો.' ટ્રોલ કરતી વખતે એકે પૂછ્યું- 'તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી.'
આ ટ્રોલિંગ પર અમિતાભ બચ્ચન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. સ્વાભાવિક છે કે બિગ બીને આ પહેલા પણ ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યા છે પરંતુ તેઓ ક્યારેય આવી કોઈ વાત પર પોતાનું રિએક્શન આપતા નથી અને ન તો કોઈ વાતની પુષ્ટિ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં કૌન બનેગા કરોડપતિની નવી સીઝન લઈને આવી રહ્યા છે. કૌન બનેગા કરોડપતિની 15મી સીઝન આવવાની છે. બિગ બીએ તાજેતરમાં કેબીસીના સેટ પરથી તૈયાર થઈને તેમની તસવીર શેર કરી છે. આ સિવાય અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં નાગ અશ્વિનની કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન લીડ રોલમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
