અમિતાભ બચ્ચનની સર્જરીનુ સત્ય આવ્યુ સામે, જાણો શું થયુ છે બિગ બીને?
બિગ બીએ પોતાની પોસ્ટમાં પોતાની ખરાબ તબિયતનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે તે એક સર્જરી માટે જવાના છે. હવે આનુ સત્ય સામે આવ્યુ છે.
મુંબઈઃ શનિવારે મોડી રાતે મહાનાયક અમિતાભ બચ્ચનના ટ્વિટથી તેમના ફેન્સ ઘણા ચિંતામાં આવી ગયા હતા કારણકે બિગ બીએ પોતાની પોસ્ટમાં પોતાની ખરાબ તબિયતનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે તે એક સર્જરી માટે જવાના છે. બિગ બીએ પોતાની આખી વાત લોકોને કહી નહોતી માટે તેમના ચાહકો ઘણા ચિંતિત થયા હતા પરંતુ બૉલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચનની આંખમાં મોતિયો આવ્યો હતો જેની લેઝર સર્જરી થઈ છે.

અમિતાભ બચ્ચનની આંખોમાં થયો હતો મોતિયો
આ સર્જરી કાલે થઈ ચૂકી છે અને ત્યારબાદ તે 24 કલાક હોસ્પિટલમાં ડૉક્ટરોના નિરીક્ષણમાં છે. સમાચાર મુજબ બિગ બી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને આજે સાંજ સુધીમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. જો કે પોતાના ફેન્સની ચિંતાને જોતા અમિતાભે ટ્વિટર પર હાથ જોડતો આઈકૉન પોસ્ટ કરીને સૌનો આભાર માન્યો છે.

'મેડીકલ કન્ડીશન, સર્જરી, હું લખી નથી શકતો, એબી'
તમને જણાવી દઈએ કે અમિતાભે શનિવારે મોડી રાતે પોતાના બ્લૉગ પર લખ્યુ કે, 'મેડીકલ કન્ડીશન, સર્જરી, હું લખી નથી શકતો, એબી'. એટલુ જ નહિ તેમણે પોતાના ટ્વિટમાં લખ્યુ હતુ કે 'જરૂરથી વધુ વધી ગયુ છે, કંઈ કાપવા પર સુધરવાનુ છે, જીવનકાળની કાલ છે આ, કાલે જ ખબર પડશે કેવુ રહ્યુ તે.' તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થઈ ગયા હતા. આ સમાચાર આંધીની જેમ ફેલાઈ ગયા હતા. લોકોએ તેમના માટે ઘણી જગ્યાએ પ્રાર્થનાઓ કરી હતી અને હવન પણ કર્યા હતા.

અમિતાભનુ છલકાયુ હતુ દુઃખ
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર ખાસ્સા સક્રિય રહેતા અમિતાભ બચ્ચને હાલમાં જ ટ્રોલિંગ વિશે પોતાનુ દુઃખ શેર કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે મોડી રાતે તે જ્યારે ઑનલાઈન થાય છે ત્યારે અમુક લોકો તેમને ખરાબ રીતે ગુસ્સો કરે છે. સોની ટીવીના જાણીતા શો કેબીસીમાં તેમણે એક પ્રતિયોગી સાથે વાત કરીને કહ્યુ હતુ કે ક્યારેક તો લોકો તેમને કહે છે કે, 'અરે, સૂઈ જાવ શું કરી રહ્યા છો તમે.' તો ક્યારેક ગાળો પણ આપે છે અને કહે છે કે, 'એ બુઢઉ સૂઈ જા, બહુ મોડુ થઈ ગયુ.' જો કે ટ્રોલિંગનો સામનો માત્ર અમિતાભને જ નહિ પરંતુ અન્ય ઘણા સ્ટાર્સને કરવો પડે છે. વક્રફ્રંટની વાત કરીએ તો અમિતાભ ટૂંક સમયમાં રૂમી જાફરીની ફિલ્મ 'ચહેરે'માં જોવા મળશે. ફિલ્મ 30 એપ્રિલે રિલીઝ થશે. ત્યારબાદ 18 જૂને 'ઝુંડ' ફિલ્મ રિલીઝ થશે અને ત્યારબાદ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં તેએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
