Pics : રાકેશના જન્મ દિવસે ‘રોશન’ થયું બૉલીવુડ
મુંબઈ, 7 સપ્ટેમ્બર : બૉલીવુડના જાજરમાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશનનો ગઈકાલે 64મો જન્મ દિવસ હતો. આ પ્રસંગે રાકેશના પુત્ર અને અભિનેતા હૃતિક રોશને એક પાર્ટી યોજી હતી કે જેમાં બૉલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન અને રેખા સહિત અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.
રોશન પરિવારના બૉલીવુડમાં તમામ લોકો સાથે ખૂબ જ ઉંડાણપૂર્વકના સંબંધો છે અને ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, શોભા કપૂર, ઋષિ કપૂર, શ્રીદેવી, વિવેક ઓબેરૉય, શિલ્પા શેટ્ટી, પ્રેમ ચોપરા, શબાના આઝમી, જાવેદ અખ્તર, હની ઈરાન તેમજ ઝોયા અખ્તર જેવી હસ્તીઓએ રાકેશ રોશનના જન્મ દિવસની પાર્ટીમાં હાજરી આપી આ બાબત સાબિત પણ કરી આપી. આ પાર્ટી મુંબઈમાં વર્લી ખાતે આવેલ બ્લ્યૂ સીમાં યોજાઈ હતી.
ગત જુલાઈમાં બ્રેન સર્જરીમાંથી પસાર થયેલા હૃતિક રોશને આ પ્રસંગે પોતાના પિતાને સ્પર્શતી સ્પીચ આપી કે જેમણે હૃતિકને કહો ના પ્યાર હૈ જેવી હિટ ફિલ્મ સાથે સને 2000માં બૉલીવુડમાં અભિનેતા તરીકે લૉન્ચ કર્યા હતાં. રાકેશ પોતાના પુત્ર માટે આ ફિલ્મની ત્રીજી સિક્વલ ક્રિશ 3 પણ બનાવી રહ્યાં છે કે જે 4થી નવેમ્બરે રિલીઝ થશે.
આવો જોઇએ રાકેશ રોશનના જન્મ દિવસની પાર્ટીની તસવીરો :

અદનાન સામી
કભી તો નજર મિલાઓ... ફૅમ અદનાન સામી હવે દુબળા થઈ ગયાં છે. તેઓ રાકેશ રોશનના જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

અમિતાભ-ફરહાન
રાકેશની પાર્ટીમાં બિગ બી અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તર.

અનિલ કપૂર
રાકેશ રોશનની ફિલ્મોમાં કામ કરી ચુકેલા અનિલ કપૂર જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાંથી ચૂકી જાય ખરાં?

ધર્મેન્દ્ર
હી મૅન ધર્મેન્દ્ર રાકેશ રોશનને મળી ભેંટી પડ્યાં.

હૃતિકે યોજી પાર્ટી
પપ્પા રાકેશ રોશનના જન્મ દિવસે તેમના પુત્ર હૃતિક રોશને આ પાર્ટીનું આયોજન કર્યુ હતું.

કિશન કુમાર
અચ્છા સિલા દિયા તૂન મેરે પ્યાર કા... ફૅમ કિશન કુમાર પણ રાકેશના જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

વિવેક ઓબેરૉય
ક્રિશ 3 ફિલ્મમાં વિલનનો રોલ ભજવી રહેલાં વિવેક ઓબેરૉયે રાકેશ રોશનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

રાજીવ પૉલ
બિગ બૉસથી ફૅમસ થયેલ રાજીવ પૉલે પાર્ટીમાં હાજરી આપી હતી.

રાજ-શિલ્પા
રાકેશ રોશનને શુભેચ્છા પાઠવવા રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પણ પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

રેખા
રેખાને જોઈ રાકેશ રોશનને કદાચ કામચોર ફિલ્મ યાદ આવી ગઈ હશે. રેખા અને રાકેશે અનેકે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

જાવેદ-શબાના
બૉલીવુડની જાણીતી જોડી જાવેદ અખ્તર અને શબાના આઝમી પણ પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

સુઝાન-હૃતિક
પપ્પા માટે પાર્ટી યોજનાર હૃતિક રોશન અને તેમના પત્ની સુઝાન રોશન ખુશખુશાલ જણાતા હતાં.

ઝાયેદ ખાન પરિવાર
રાકેશ રોશનના જન્મ દિવસની પાર્ટીમાં પોતાના પીયર પક્ષના ઝાયેદ ખાન પરિવાર સાથે સુઝાન રોશન.












Click it and Unblock the Notifications
