ફિલ્મફૅર : શાહરુખ-અમિત-દિલીપ એક સાથે ચમકશે

મુંબઈ, 15 માર્ચ : આ વર્ષે હિન્દી સિનેમાને પૂરા સો વરસ થઈ ગયાં છે. તેથી સિને દર્શકો અને સિને કલાકારો માટે ઘણું બધું થઈ રહ્યું છે. ફિલ્મફૅર મૅગેઝીને પણ આ સો વર્ષને ખૂબ જ રસપ્રદ રીતે ઉજવવાનું વિચાર્યું છે. ફિલ્મફૅરના કવર પેજ પર પ્રથમ વાર હિન્દી સિનેમાની ત્રણ પેઢીઓ દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનની તસવીરો પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું છે.

shahrukh-dilip-amitabh-dilip

ત્રણે કલાકારો ફિલ્મી દુનિયાના આઇકૉન છે અને ત્રણેય ત્રણ પેઢીઓ દર્શાવે છે. કદાચ હિન્દી સિનેમાને દર્શાવવાની આનાથી સારી કોઈ તક ન હોઈ શકે. એમ તો ફિલ્મફૅરની વાત પોતે અમિતાભ બચ્ચને લોકોને પોતાના બ્લૉગના માધ્યમથી જણાવી છે. ભોપાલમાં ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ કરતાં બિગ બીએ આ સમાચાર સાથે કેટલીક તસવીરો પણ શૅર કરી છે. અમિતાભ બચ્ચને વર્ષ 1962ની એક તસવીર પોતાના બ્લૉગ પર પોસ્ટ કરી છે કે જેમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ સાથે દિલીપ કુમાર, દેવાનંદ અને રાજ કપૂર ઊભા છે.

બિગ બી અમિતાભ બચ્ચને તસવીર નીચે લખ્યું છે કે નહેરૂજીએ ત્રણેને પોતાના ઘરે ખાવા પર આમંત્રિત કર્યા હતાં. આ તસવીર તે વખતની છે. આ પ્રસંગે હું પણ ત્યાં હાજર હતો. હું એક કૉલેજિયન વિદ્યાર્થી હતો અને ત્રણે કલાકારોનો બહુ મોટો પ્રશંસક પણ હતો. તે વખતે ત્રણે કલાકારો નહેરૂજી સાથે તસવીર પડાવતા હતાં અને હું તે ત્રણેને આંખો ફાડી-ફાડીને જોઈ રહ્યો હતો.

નોંધનીય છે કે અમિતાભ હોય કે શાહરુખ ખાન. સૌના માટે કહેવાય છે કે તેઓ ભારતના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની કૉપી કરે છે. શાહરુખનો તો ચહેરો પણ દિલીપ કુમાર સાથે લોકો ભેળવી નાંખે છે. અમિતાભ અને દિલીપ કુમારે શક્તિ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું, તો અમિતાભ અને શાહરુખે કભી ખુશી કભી ગમ તેમજ મોહબ્બતેં ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. કિંગ ખાને તો દિલીપની જેમ દેવદાસ તેમજ અમિતની જેમ ડૉનનો રોલ પણ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X