અમૃતા અરોરાએ પુત્રને જન્મ આપ્યો
બોલીવુડ અભિનેત્રી અને મલાઇકા અરોરા ખાનની બહેન અમૃતા અરોરાએ બીજા પુત્રને જન્મ આપ્યો છે. અમૃતા અને તેમના પતિ શકિલને એક પુત્ર છે. લોકોને આ સમાચારની જાણકારી મલાઇકા અરોરાના પતિ અરબાઝખાને ટિ્વટર પર આપી હતી.
અરબાઝખાને શનિવારે ટિ્વટ કર્યું હતું કે 'યેપ્પી અમૃતા અને શકિલને એક બેબી બોયઝ મળી. તે એકદમ ક્યૂટ છે. અભિનંદન. મલાઇકાએ પણ એ વાતની સ્પષ્ટતા કરી હતી કે તેની બહેનને પુત્ર રત્નની પાપ્તિ થઇ છે.

અમે તમને જણાવી દઇએ કે અમૃતાના લગ્ન એક બિઝનેસમેન શકીલ લદાક સાથે થયાં છે.તેમને એક પુત્ર છે. મોટા પુત્રનું નામ અઝાન છે, તેનો જન્મ 2010માં થયો હતો. પ્રેગનેંટ હોવાછતાં અમૃતા અરોરા કરીના અને સૈફના લગ્નમાં હાજરી આપી હતી. અમૃતા અરોરા નિહાલ પહેલાંની વિધીઓથી માંડીને રિસેપ્શનમાં હાજર રહી હતી.












Click it and Unblock the Notifications
