HOT: ‘સુપરગર્લ’ એમી જેક્સનનો મિસ્ટ્રી મેન કોણ છે?

એમી જેક્સને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક એવી તસવીર પોસ્ટ કરી છે, જે જોઇને તેના ઘણા ફેન્સને દુઃખ થયું હશે. આ અંગે વધુ વાંચો અહીં

એમી જેક્સને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક એવી તસવીર પોસ્ટ કરી છે, જે જોઇને તેના ઘણા ફેન્સને દુઃખ થયું હશે. બોલિવૂડમાં નહીં, પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં નામ કમાઇ ચૂકેલી હોટ એક્ટ્રેસ એમી જેક્સન ટૂંક સમયમાં જ રજનીકાંત સાથે એક ફિલ્મમાં જોવા મળનાર છે. એમી જેક્સન બોલિવૂડમાં તેની ફિલ્મો કરતાં વધારે પ્રતિક બબ્બરના અફેરને કારણે વધુ ચર્ચામાં રહી છે.

એમીનો મિસ્ટ્રી મેન

એમીનો મિસ્ટ્રી મેન

અમે જે તસવીરની વાત કરી રહ્યાં છીએ, તે આ છે. એમી જેક્સન જે વ્યક્તિને વળગી રહી છે, એ મિસ્ટ્રી મેન કોણ છે એ કોઇને ખબર નથી. આ તસવીર સાથે એમીએ કોઇ કેપ્શન નથી લખ્યું કે ના તો કોઇને ટેગ કર્યા છે. આથી આ લકી મિસ્ટ્રી મેન અંગે અનુમાનો લગાવાઇ રહ્યાં છે.

2017ના છેલ્લા દિવસો

2017ના છેલ્લા દિવસો

થોડા સમય પહેલાં એમી મેક્સિકોમાં પોતાની ફ્રેન્ડ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. વર્ષ 2017ના છેલ્લા કેટલાક દિવસો તેણે મેક્સિકોમાં ગાળ્યા હતા, જે સમયની આ તસવીર છે. અહીં ઓરેન્જ બિકિનીમાં એમી અત્યંત હોટ લાગી રહી છે.

છેલ્લા એક મહિનાથી કરી રહી છે ટ્રાવેલ

છેલ્લા એક મહિનાથી કરી રહી છે ટ્રાવેલ

હવે લોકો એવી પણ અટકળો લગાવી રહ્યાં છે કે, યર એન્ડ પાર્ટીમાં પણ શું એમીનો એ મિસ્ટ્રી મેન તેની સાથે હાજર હતો? એમીના ઇન્સ્ટાગ્રામ ફોટોઝ પરથી તો લાગે છે કે, તે છેલ્લા લગભગ 1 મહિનાથી ટ્રાવેલિંગ અને પાર્ટીનો આનંદ માણી રહી છે.

2.0

2.0

એમી જેક્સન ટૂંક સમયમાં જ રજનીકાંત સાથે ફિલ્મ ‘રોબોટ'ની સિક્વલ ‘2.0'માં જોવા મળનાર છે. આ ફિલ્મમાં તે રજનીકાંત સાથે રોમાન્સ કરતી જોવા મળશે. વધુ રસપ્રદ વાત એ છે કે, ખેલાડી કુમાર અક્ષય આ ફિલ્મમાં વિલનનો રોલ ભજવી રહ્યાં છે.

ફિલ્મ છે પોસ્ટ પ્રોડક્શનમાં

ફિલ્મ છે પોસ્ટ પ્રોડક્શનમાં

ફિલ્મ ‘2.0'થી બોલિવૂડના દ્વારા એમી માટે ફરી પાછા ખુલે એવી શક્યતા છે. ‘સિંહ ઇઝ બ્લિંગ' બાદ તે કોઇ બોલિવૂડ ફિલ્મમાં નોંધપાત્ર રોલમાં જોવા નથી મળી. આ ફિલ્મનું હાલ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને આ સમયનો ફાયદો લઇ એમી આરામ ફરમાવી રહી છે.

‘સુપરગર્લ’ એમી

‘સુપરગર્લ’ એમી

આ સિવાય તે ‘સુપરગર્લ'સીરિઝની 3જી સિઝનમાં ‘સેટર્ન ગર્લ'નો રોલ પણ પ્લે કરી રહી છે. ગત વર્ષે જ તેણે આ પ્રોજેક્ટ માટે કામ શરૂ કર્યું હતું. ઉપરાંત, તેની એક ઇંગ્લિશ ફિલ્મ ‘બૂગી મેન'નું પણ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય તે કન્નડ ફિલ્મ ‘ધ વિલન'માં પણ કામ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X