Anant-Radhika Pre-Wedding: પૉપ સિંગર રિહાના સાથે ઝિંગાટ પર જ્હાન્વી કપૂરે લગાવ્યા ઠુમકા, વાયરલ થયો Video

Janhvi Kapoor and Rihanna Dance: અંબાણી પરિવારમાં થઈ રહેલા પ્રી-વેડિંગ ફંક્શન પર હાલમાં સહુ કોઈની નજર ટકેલી છે. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ ચાલી રહ્યા છે. આ કપલે ગઈકાલે રાત્રે કોકટેલ પાર્ટી કરી હતી, જેની ઝલક સામે આવી રહી છે.

આ સમય દરમિયાન પૉપ સ્ટાર રિહાના લાઇમલાઇટમાં રહી હતી. હાલમાં બૉલિવુડ બ્યુટી જ્હાન્વી કપૂર સાથે રિહાનાનો એક વીડિયો સામે આવ્યો છે. જ્હાન્વી કપૂર રિહાના સાથે તેની ફિલ્મ ધડકના ગીત પર ડાન્સ કરી રહી છે. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જ્હાન્વી રિહાનાને ડાન્સ શીખવી રહી છે.

Jhanvi-Rihanna

રિહાના પણ સંપૂર્ણપણે દેશી સ્ટાઈલમાં આવી ગઈ છે. તેને પણ આ ગીત ખૂબ જ ગમી ગયુ છે. આ અદ્ભુત ક્લિપ જ્હાન્વી કપૂરે પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વીડિયો કૉકટેલ પાર્ટીનો છે. આમાં તે બેકલેસ ડ્રેસમાં રિહાનાને ઝિંગાટના હૂકઅપ સ્ટેપ્સ શીખવતી જોવા મળે છે. પૉપ સ્ટાર્સ પણ જોરશોરથી ડાન્સ કરી રહ્યા છે. રિહાના જ્હાન્વીના સ્ટેપ્સને ખૂબ સારી રીતે કોપી કરી રહી છે. આ જોઈને લોકોના મોં ખુલ્લા રહી ગયા.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન્સ 3 માર્ચ સુધી ચાલશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ફંક્શનમાં ફેમસ સ્ટાર્સે ભાગ લીધો હતો. સમગ્ર બૉલિવુડ અને હોલીવુડ આ ઉજવણીનું સાક્ષી છે. પહેલા દિવસથી જ પાર્ટીની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અહીં જુઓ વીડિયો...

વીડિયો જોયા બાદ લોકો રિહાનાના ખૂબ વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ રિહાનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં તે પાપારાઝી સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. એક વીડિયોમાં, પાપારાઝીએ પોતે સ્વીકાર્યું હતું કે રિહાના તેમના માટે સૌથી મુશ્કેલ સેલેબ હોય તેવું લાગતું હતું પરંતુ રિહાનાના ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વે લોકોને પાગલ બનાવી દીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X