કઝિનની મહેંદીમાં સિગરેટ પીતી દેખાઈ અનન્યા પાંડે, સોશિયલ મીડિયા પર લીક થયો ફોટો
અલાના પાંડેની મહેંદી સેરેમનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અનન્યા પાંડે સિગરેટ પીતી દેખાઈ રહી છે. આ ફોટો લીક થતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો.

Ananya Pandey Smoking: અનન્યા પાંડેની કઝિન અલાના પાંડેના 16 માર્ચે એટલે કે આજે લગ્ન થવા જઈ રહ્યા છે. આ પહેલા અલાનાની મહેંદી સેરેમની યોજાઈ. જેમાં અનન્યા પાંડે પિંક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હાલમાં આ સેરેમનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અનન્યા પાંડે સિગરેટ પીતી દેખાઈ રહી છે. આ ફોટો લીક થતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો.

અનન્યા ધૂમાડો કાઢતી જોવા મળી
અનન્યા પાંડે તેની પિતરાઈ બહેન અલાના પાંડેના લગ્નના ફંક્શનનો આનંદ માણી રહી છે. અનન્યાએ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે હાથમાં સિગારેટ સાથે જોવા મળી હતી. તસવીરમાં તે ધુમાડો ઉડાડતી જોવા મળી હતી, જેના પછી તેના તમામ ફેન્સ તેના પર ખૂબ નારાજ થયા હતા.

ફેન્સ થયા નારાજ
અનન્યા પાંડેની આ તસવીર જોઈને અમુક ફેન્સને તો વિશ્વાસ નહોતો આવતો કે તે અનન્યા છે. કેટલાક ચાહકોએ આના પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. તો કેટલાકે અભિનેત્રીને ધૂમ્રપાન ન કરવાની સલાહ આપી હતી. ચિંતા વ્યક્ત કરતાં ચાહકોએ કહ્યુ કે સિગારેટ આપણા શરીર માટે હાનિકારક છે.

અનન્યા થઈ ગઈ ટ્રોલ
અનન્યા પાંડે આ તસવીરને કારણે સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, 'હું વિશ્વાસ નથી કરી શકતો કે તે અનન્યા છે'. અન્ય એક યુઝરે લખ્યું કે, 'હું આશ્ચર્યચકિત છું. તે માત્ર એટલું જ સાબિત કરે છે કે તમે જે વિચારો છો તે સાચું હોય તે જરૂરી નથી. બીજાએ લખ્યું, 'આ લોકો પાસે મગજ નથી. માત્ર કૂલ દેખાવાનુ છે'.
આદિત્ય-અનન્યાના ડેટિંગની અફવા
તમને જણાવી દઈએ કે હાલમાં અનન્યા પાંડેનું નામ આદિત્ય રૉય કપૂર સાથે જોડાઈ રહ્યુ છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં અનન્યા પાંડે લેક્મે ફેશન વીકમાં આદિત્ય રૉય કપૂર સાથે રેમ્પ વૉક કરતી જોવા મળી હતી. જેના કારણે બંને ખૂબ ચર્ચામાં રહ્યા હતા. બંનેના રેમ્પ વૉકના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયા હતા.












Click it and Unblock the Notifications
