NCBની રેડ બાદ વાયરલ થયા અનન્યા પાંડેના પાર્ટી ફોટા, આ રીતે કરે છે સ્ટારકિડ્ઝ પાર્ટી
અનન્યા પાંડે, સુહાના ખાન, આર્યન ખાન, શનાયા કપૂરથી લઈને સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા પર પાર્ટી ફોટા વાયરલ થઈ રહ્યા છે.
મુંબઈઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના રડાર પર ઘણા બૉલિવુડ સ્ટાર્સ છે. બૉલિવુડની પાર્ટી અને ડ્રગ્ઝ સેવન તેમજ ખરીદ-વેચાણને લઈને ઘણા એંગલ પર એનસીબી તપાસ કરી રહી છે. ક્રૂઝ શિપ પર ડ્રગ્ઝ પાર્ટીનો ભાંડોફોડ કરનાર એનસીબીએ જ્યાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન પર સંગીન આરોપ લગાવ્યો ત્યાં ગયા ગુરુવારે બૉલિવુડ અભિનેત્રી અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેના ઘરે રેડ પાડીને ડ્રગ્ઝ એંગલ પર પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન અનન્યા પાંડે, સુહાના ખાન, આર્યન ખાન, શનાયા કપૂરથી લઈને સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા પર પાર્ટી ફોટા વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમુક ફેન્સ એનસીબીનો સાથ આપી રહ્યા છે જ્યારે અમુક લોકોએ એનસીબી પર શાહરુખ ખાનના પરિવાર તેમજ બૉલિવુડને ટાર્ગેટ કરવાનો આરોપ લગાવ્યો છે.

કૉન્ટ્રોવર્સીમાં ફસાઈ અનન્યા
અનન્યા પાંડે અત્યાર સુધી તો વિવાદોથી દૂર હતી પરંતુ આ વખતે તે સૌથી મોટી કૉન્ટ્રોવર્સીમાં ફસાતી જોવા મળી રહી છે. ઘણી વાર જે પાર્ટીઓમાં આ બૉલિવુડ સેલેબ્ઝ જોરદાર એન્જૉય કરતા હતા તે આજે તેમના માટે મુસીબત બની ગઈ છે. જુઓ, કેવી રીતે અનન્યા પાંડે પાર્ટીમાં જોરદાર પોઝ આપે છે અને કેવા લુકમાં જોવા મળે છે.

અનન્યા પાંડે અને શનાયા કપૂર
અનન્યા પાંડે, શનાયા કપૂર, સુહાના ખાન, આર્યન ખાનથી લઈને અન્ય સ્ટારકિડ્ઝ સારા દોસ્ત છે. અમુકે તો સ્કૂલિંગ પણ સાથે કર્યુ અને હવે બૉલિવુડમાં સાથે કામ કરી રહ્યા છે.

શું શનાયા કપૂરની પણ થશે પૂછપરછ?
અનન્યા પાંડેની પૂછપરથ પર કમાલ આર ખાન(કેઆરકે)એ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે આ કેસમાં ઘણા સ્ટારકિડ્ઝ ફસાઈ શકે છે. આગલો નંબર શનાયા કપૂરનો હોઈ શકે છે. શનાયા કપૂર જ્હાનવી તેમજ ખુશી કપૂરની કઝિન છે.

સુહાના -અનન્યા અને ગર્લ ગેંગ
આ ફોટામાં આર્યન ખાનની બહેન સુહાના ખાન સાથે અનન્યા, શનાયા કપૂર જોવા મળી રહ્યા છે. આ ત્રણે ખૂબ સારી ફ્રેન્ડઝ છે. આ ગર્લ ગેંગમાં નવ્યા નવેલી પણ શામેલ છે. આ ચારે સ્ટારકિડ્ઝની સારી દોસ્તી છે.

અનન્યા પાંડેની બે વાર પૂછપરછ
કથિત રીતે આર્યન ખાનની ચેટમાં અનન્યા પાંડેનુ નામ સામે આવ્યુ છે ત્યારબાદ ગુરુવારે એનસીબીએ અનન્યા પાંડેને સમન મોકલીને પૂછપરછ માટે બોલાવી. 21 ઓક્ટોબરે અનન્યા પાંડેની બે કલાક પૂછપરછ થઈ અને ત્યારબાદ શુક્રવારે 11 વાગે પણ અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા.

અનન્યા પાંડે સામે ઠોસ પુરાવા
કહેવામાં આવી રહ્યુ છે કે હાલમાં એનસીબીને અનન્યા પાંડે સામે ઠોસ પુરાવા મળ્યા નથી જેનાથી સ્પષ્ટ થઈ શકે કે આર્યન ખાનને તેણે ડ્રગ્ઝ પૂરી પાડી હોય. હાલમાં આ કેસ સતત ગરમાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
