For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્સ કેસઃ અનન્યા પાંડેના જવાબોથી સંતુષ્ટ નથી NCB, 2 દિવસમાં 6 કલાકની પૂછપરછ, સોમવારે ફરીથી બોલાવી

એનસીબી અનન્યા પાંડેના જવાબોથી સંતુષ્ટ નથી. એનસીબીએ સોમવારે 23 ઓક્ટોબરે અનન્યા પાંડેને ત્રીજા દોરની પૂછપરછ માટે બોલાવી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ છેલ્લા 2 દિવસમાં 6 કલાક પૂછપરછ કરી છે. એનસીબી અનન્યા પાંડેના જવાબોથી સંતુષ્ટ નથી. એનસીબીએ સોમવારે 23 ઓક્ટોબરે અનન્યા પાંડેને ત્રીજા દોરની પૂછપરછ માટે બોલાવી છે. અનન્યા પાંડેની શુક્રવારે(22 ઓક્ટોબર) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ મુંબઈમાં તેમની ઑફિસમાં લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી. વળી, 21 ઓક્ટોબરે 2 કલાકની પૂછપરછ થઈ હતી. સૂત્રો અનુસાર, એનસીબીના અધિકારી શુક્રવારે અનન્યા પાંડેની પૂછપરછ દરમિયાન પુરાવા શોધી શક્યા નથી અને માટે તેને ફરીથી બોલાવી છે.

એનસીબીએ અનન્યા પાંડેનુ લેપટૉપ, 2 મોબાઈલ ફોન કર્યા જપ્ત

એનસીબીએ અનન્યા પાંડેનુ લેપટૉપ, 2 મોબાઈલ ફોન કર્યા જપ્ત

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ શાહરુખ ખાનના દીકરા આર્યન સાથે બે વર્ષ જૂની વૉટ્સએપ ચેટમાં અનન્યા પાંડેએ ડ્રગ્ઝને લઈને વાતચીત કરી હતી. જેના આધારે એનસીબી અનન્યા પાંડેની પૂછપરછ કરી રહી છે. અનન્યા પાંડેની પહેલી વાર ડ્રગ્સ કેસ વિશે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી) પૂછપરછ કરી રહ્યુ છે. એનસીબીએ અનન્યા પાંડેનુ લેપટૉપ અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

અનન્યા પાંડેને સમીર વાનખેડેએ પૂછ્યા 7 સવાલ

અનન્યા પાંડેને સમીર વાનખેડેએ પૂછ્યા 7 સવાલ

અનન્યા પાંડેને શુક્રવારે(22 ઓક્ટોબર)ના રોજ એનસીબીના મુંબઈ યુનિટે ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ તેમની કેબિનમાં પૂછપરછ કરી. સૂત્રો મુજબ આ દરમિયાન અભિનેત્રીના પિતા ચંકી પાંડે બહાર રાહ જોઈ રહ્યા હતા. સમીન વાનખેડેએ અનન્યા પાંડેને આ 7 સવાલ 22 ઓક્ટોબરે પૂછ્યા હતા.
1. ચેટ(આર્યન ખાન સાથે) મુજબ તમને ડ્રગ્સ ખરીદવામાં કોણે મદદ કરી?
2. શું તમે સીધી કોઈ પેડલર પાસેથી ડ્રગ્ઝ ખરીદી હતી?
3. દર વખતે કેટલી માત્રામાં ડ્રગ્સ ખરીદી કરવામાં આવી?
4. તમે આર્યન ખાન સાથે ક્યારથી ડ્રગ્સ સેવન કરી રહ્યા છો?
5. તમારી સાથે ડ્ર્ગ્સનુ સેવન કરનાર અન્ય કોણ હતા?
6. પેડલર્સને પેમેન્ટ કેવી રીતે કરવામાં આવતુ હતુ?
7. તમે પેડલર કે સપ્લાયરને ક્યાં મળ્યા?

અનન્યા પાંડેની પૂછપરછ આર્યનની જામીનમાં કરી શકે છે અડચણ

અનન્યા પાંડેની પૂછપરછ આર્યનની જામીનમાં કરી શકે છે અડચણ

આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. બૉમ્બે હાઈકોર્ટ મંગળવાર(26 ઓક્ટોબર)ના રોજ આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. અનન્યા પાંડેની પૂછપરછ દરમિયાન મળેલી કોઈ પણ નવી માહિતી જામીન વિરુદ્ધ કોર્ટમાં એનસીબીની દલીલોને મજબૂત કરી શકે છે.

English summary
Ananya Pandey questioned by NCB about 6 hours in 2 days summoned again on October 25
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X