રેડ મીની ડ્રેસમાં બોલ્ડનેસના નવા ગોલ સેટ કરતી જોવા મળી અનન્યા પાંડે, જુઓ ફોટો
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તેના ગ્લેમરસ ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. હવે અભિનેત્રીએ તેના લેટેસ્ટ રેડ લુકથી આગ લગાવી દીધી છે.
અનન્યા પાંડે બોલિવૂડની ફેશનેબલ અભિનેત્રીઓમાં સામેલ છે. અનન્યા પોતાના લુકથી લોકોને દિવાના બનાવે છે. આ દિવસોમાં અભિનેત્રી તેની વેબ સીરિઝ કોલ મી બે માટે ચર્ચામાં છે.

હાલમાં જ તેણીએ પોતાનો એક સ્ટાઇલિશ લુક ફેન્સ સાથે શેર કર્યો છે. જેમાં અનન્યાની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે.
અનન્યાએ લાલ રંગના શોર્ટ ડ્રેસમાં તેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં તેના ગળામાં બાંધેલા તેના લાલ ગુલાબે લાઈમલાઈટ ચોરી છે. અનન્યાએ અદભૂત આઉટફિટમાં કાતિલ પોઝ આપીને ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.
ફોટોમાં અનન્યા પાંડે કસ્ટમ કોર્સેટ ટોપ અને એસેલ લેબલનું ડ્રેપ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેમાં લાલ ગુલાબ સાથે અમેઝિંગ ડિટેલિંગ કરવામાં આવ્યું છે, જે તેને ગ્લેમરસ બનાવે છે.
અનન્યાએ ફ્રિલ ડિઝાઇનથી પ્રેરિત લાલ કોર્સેટ ટોપ સાથે સાટિન ડ્રેપેડ સ્કર્ટની જોડી બનાવી છે. જેના પર સાટિન રેડ રોઝ વડે ડિટેલિંગ કરવામાં આવ્યું છે. જ્યારે પાછળની બાજુએ ફ્લોર લેન્થ ટ્રેઇલ છે. અનન્યાનો આ લુક કોઈને પણ ઘાયલ કરી શકે છે.
અનન્યા આ રેડ શાઈની આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. અનન્યાએ ગ્લોસી મેકઅપ સાથે પોતાનો હોટ લુક પૂરો કર્યો છે. વિંગ્ડ આઈલાઈનર, મસ્કરા, બ્લશ અને ગ્લોસી લિપ્સ સાથે ઘણા બધા હાઈલાઈટર હસીનાના ચહેરા પર ઘણી ચમક લાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
