For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : And Pran હવે બની ગયાં છે End Pran!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 જુલાઈ : બૉલીવુડના મહાન ખલનાયકોમાંના એક પ્રાણ સાહેબ હવે આપણી વચ્ચે નથી, પરંતુ આજની પેઢીને કદાચ ખબર નહીં હોય કે એક જમાનો એવો હતો કે જ્યારે કોઈ પણ ફિલ્મ શરૂ થતી, ત્યારે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક-સંગીતકાર અને કલાકારો બાદ પડદા ઉપર And Pran આવતું જ. એ પ્રાણ હવે આજે આપણી વચ્ચે નથી. તેઓ End Of Pran એટલે કે નિષ્પ્રાણ બની ચુક્યાં છે.

બૉલીવુડના આ મહાન ખલનાયકે સાડા ત્રણ સો કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની ખાસિયત એ બની ગઈ હતી કે દરેક ફિલ્મના ટાઇટલ્સ વિગેરે દર્શાવતી વખતે પડદા ઉપર કલાકારોમાં સૌથી છેલ્લું તેમનું નામ And Pran કરીને આવતું. આજે એવા મહાન ખલનાયક પ્રાણ આપણી વચ્ચે નથી.

સમગ્ર બૉલીવુડ પ્રાણના નિધનથી દુઃખી છે. પ્રાણ છેલ્લા કેટલાંક મહીનોથી બીમાર હતાં અને ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે તેમણે મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધાં. તેમના નિધન ઉપર અમિતાભ બચ્ચન તેમજ શાહરુખ ખાન સહિત અનેક બૉલીવુડ હસ્તીઓએ દુઃખ પ્રકટ કર્યું છે.

મિત્ર ગુમાવ્યો

મિત્ર ગુમાવ્યો

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જણાવ્યું - આજે મેં બહેતરીન સહયોગી, વહાલો મિત્રો, મહાન અભિનેતા, વિચારશીલ માનવ અને એક સજ્જન વ્યક્તિ ગુમાવી દીધો છે.

દિલોમાં રહેશે

દિલોમાં રહેશે

બૉલીવુડ કિંગ ખાન શાહરુખ ખાને ભારતીય સિનેમાના સૌથી મહાન ખલનાયક અને બહુમુખી પ્રતિભાના માલિક પ્રાણના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે પ્રાણ હંમેશા પોતાના ફૅન્સના દિલમાં રહેશે.

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

તાજેતરમાં જ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ પ્રાણને દાદાસાહેબ ફાલ્કે ઍવૉર્ડ અર્પણ કર્યો હતો. મનીષ તિવારીએ પ્રાણના મુંબઈ ખાતે આવેલ નિવાસસ્થાને પહોંચી તેમને આ ઍવૉર્ડ અર્પણ કર્યો હતો.

યાદગાર રોલ્સ

યાદગાર રોલ્સ

પ્રાણે સાડા ત્રણ સોથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ઝંજીર, ડૉન, ઉપકાર, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ સહિત અનેક ફિલ્મોમાં પ્રાણે યાદગાર રોલ કર્યાં છે.

યમલા જટ પ્રથમ ફિલ્મ

યમલા જટ પ્રથમ ફિલ્મ

પ્રાણની પ્રથમ ફિલ્મ યમલા જટ હતી કે જે એક પંજાબી ફિલ્મ હતી.

મૃત્યુદાતા મૃત્યુના શરણે

મૃત્યુદાતા મૃત્યુના શરણે

પ્રાણ છેલ્લે અમિતાભ બચ્ચન સાથે મૃત્યુદાતા ફિલ્મમાં દેખાયા હતાં. આજે તેઓ પોતે મૃત્યુના શરણે થઈ ગયાં છે.

English summary
And pran now end of pran.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X