દીપિકા પાદુકોણના વિડિઓ ડીલીટ કરવાના સવાલ પર ભડકી સોનમ

Posted By:
Subscribe to Oneindia News

સોનમ કપૂર હંમેશા કોઈને કોઈ કારણે સમાચારોમાં રહે જ છે. હાલમાં તે પોતાના ભાઈ મોહિત મારવાહ ના લગ્નમાં વ્યસ્ત છે અને તેમની તસવીરો પણ સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. થોડા દિવસો પહેલા સોનમ કપૂર દીપિકા પાદુકોણને કારણે વિવાદોમાં આવી ગયી. આમ તો બધા જ જાણે છે કે દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર વચ્ચે કેવો સંબંધ છે.

sonam kapoor

થોડા દિવસો પહેલા જ સોનમ કપૂરે દીપિકા પાદુકોણનો પેડમેન વિડિઓ પોતાના ઇન્સ્ટાગ્રામ થી ડીલીટ કર્યો હતો જે તેમને પેડમેન ચેલેન્જ રૂપે નાખ્યો હતો. સોનમ કપૂર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી દીપિકા પાદુકોણ સિવાય બીજા કોઈ પણ વિડિઓ ડીલીટ કરવામાં આવ્યા ના હતા. એટલા માટે આ ખબર આગ માફક ફેલાઈ ગયી.

હાલમાં જયારે સોનમ કપૂર એક ઇવેન્ટમાં ગયી ત્યારે તેમને વિડિઓ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ ભડકી ગયા અને કહ્યું કે બેકારમાં વિવાદ બનાવો નહીં. તેમને મહિલા પત્રકારને જણાવ્યું કે એક મહિલા હોવાના કારણે તેમને બીજી મહિલાને સપોર્ટ કરવું જોઈએ જેનાથી તેઓ આગળ વધી શકે. સોનમ કપૂરે સાથે એવું પણ જણાવ્યું કે તેમને કોઈ પણ પોસ્ટ ડીલીટ કર્યું નથી. પરંતુ તેમના એકાઉન્ટ સાથે ટેક્નિકલ સમસ્યા છે.

સોનમ કપૂરે પોતાની વાત ચોક્કસ રાખી છે. પરંતુ દીપિકા પાદુકોણ ફેન્સ સોનમ કપૂરની વાતથી નારાજ થઇ ગયા છે. તેમને એવું પણ જણાવ્યું કે સોનમ કપૂર અસુરક્ષિત અનુભવી રહી છે. દીપિકા પાદુકોણ ફેન તો સોનમ કપૂરને અનફોલો કરવાની પણ સલાહ આપી ચુક્યા.

English summary
Angry Sonam kapoor slams journalist when asked about deleting deepika padukone padman video

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.