સુશાંતના સુસાઈડના 20 દિવસ બાદ પણ અંકિતાના આંસુ નથી અટકી રહ્યા
સુશાંતના નિધનના 20 દિવસ બાદ પણ અંકિતાની શું હાલત છે તેનો ખુલાસો તેની દોસ્ત આરતી સિંહે કર્યો છે.
સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી જ અંકિતા લોખંડેની હાલત ગંભીર છે. અંકિતા અને સુશાંત વચ્ચે 7 વર્ષ સુધી સંબંધ રહ્યો છે. બે વર્ષ પહેલા જ બંનેનુ બ્રેકઅપ થયુ છે. પરંતુ બંને વચ્ચેની દોસ્તી ક્યારેય ખતમ નહોતી થઈ. બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે વાતચીત ચાલુ રહી હતી. પરંતુ સુશાંતનુ આ રીતે દુનિયામાંછથી જતુ રહેવુ, આ સચ્ચાઈને અંકિતા લોખંડે હજુ સ્વીકારી શકતી નથી. હાલમાં સુશાંતના નિધનના 20 દિવસ બાદ પણ અંકિતાની શું હાલત છે તેનો ખુલાસો તેની દોસ્ત આરતી સિંહે કર્યો છે. બિગ બૉસ 13 ફેમ આરતી સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે જ્યારથી સુશાંત સિંહનુ મોત થયુ છે, અંકિતા પોતાના આંસુ નથી રોકી શકતી. બંને એકબીજા સાથે સાત વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા છે. આરતીએ જણાવ્યુ કે તેણે અંકિતાનો સંપર્ક કર્યો હતો. તેની ખબર પૂછવા માટે.

જ્યારે પણ અંકિતા સાથે વાત થાય છે એ રડવા લાગે છે
આરતીએ જણાવ્યુ કે હું સુશાંતને અંકિતાના કારણે જાણતી હતી. એ ખૂબ જ સારો છોકરો હતો. પ્રેરણાથી ભરપૂર હતો સુશાંત. મે અંકિતાને આ વિશે પૂછ્યુ કે શું તે હવે ઠીક છે. અંકિતાને પોતાની સ્પેસ જોઈએ. મારે એને એ સ્પેસ આપવી જોઈએ. થોડા દિવસ પહેલા જ્યારે અંકિતા વિશે સંદીપ સિંહે એક ઈન્ટરવ્યુમાં વાત કરી હતી ત્યારે કહ્યુ હતુ કે જ્યારે પણ અંકિતા સાથે તેની વાત થાય છે તે રડવા લાગે છે. અંકિતા ઘણી ભાવુક છે. અંકિતા અને સુશાંત વચ્ચે 7 વર્ષની રિલેશનશિપ રહી છે.

માની જેમ ધ્યાન રાખતી
સંદીપે એક ઈન્ટરવ્યુમાં વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યુ કે અંકિતા તેમના અંતિમ સંસ્કારમાં પણ શામેલ થવા ઈચ્છતી હતી પરંતુ પરિવારને તેની ખરાબ હાલતને જોઈને તેને જવાની મંજૂરી ના આપી. સંદીપે જણાવ્યુ કે અંકિતાને ઉંડો શોક લાગ્યો છે. અંકિતા તેની ગર્લફ્રેન્ડ નહોતી. તેમની માની જેમ ધ્યાન રાખતી હતી. ઈન્ડસ્ટ્રીમાં મને 20 વર્ષ થઈ ગયા. અંકિતા જેવી છોકરી મે નથી જોઈ. સુશાંતનો ખ્યાલ માત્ર અંકિતા રાખી શકતી હતી. તે એવા કામ કરતી જે સુશાંતને સારા લાગે.

સુશાંત એકદમ હસમુખ અને બિન્દાસ રહેતા હતા
વિકાસ ગુપ્તાએ પણ કહ્યુ હતુ કે અંકિતા જ્યાં સુધી સુશાંત સાથે હતી ત્યાં સુધી સુશાંત એકદમ હસમુખ અને બિન્દાસ રહ્યા. અંકિતાની હિંમતના કારણે જ સુશાંતે યશરાજ ફિલ્મ્સની ઔરંગઝેબને ના પાડી હતી. અંકિતાના કારણે તે ટેન્શનથી દૂર રહેતો હતો કારણકે અંકિતાને જોઈને ટેન્શન દૂર ભાગી જતુ હતુ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
