સુશાંતના બેંક અકાઉન્ટમાંથી પોતાના ફ્લેટની EMI કપાવવાના સમાચારો પર અંકિતાનો ખુલાસો

એક ફ્લેટ જ્યાં સુશાંત સિંહ રાજપૂતની દોસ્ત અને અભિનેત્રી લોખંડે રહેતી હતી તેની ઈએમઆઈની ચૂકવણી સુશાંતના બેંક ખાતામાંથી થઈ રહી હતી. આ વિશે હવે અંકિતાએ ખુલાસો કર્યો છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈડી દરેક એંગલથી તપાસ કરી રહ્યુ છે. ઈડી સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી રહ્યા છે. શુક્રવારની સાંજે ઈડીના એક અધિકારીઓ દાવો કરીને કહ્યુ હતુ કે એક ફ્લેટ જ્યાં સુશાંત સિંહ રાજપૂતની દોસ્ત અને અભિનેત્રી લોખંડે રહેતી હતી તેની ઈએમઆઈની ચૂકવણી સુશાંતના બેંક ખાતામાંથી થઈ રહી હતી. આ ફ્લેટ સુશાંતના નામે રજિસ્ટર કરાવેલો છે. આ ફ્લેટ મલાડમાં સ્થિત છે. હવે અંકિતાએ આ સમાચારને ફગાવી દીધા છે અને કહ્યુ છે કે તે પોતાના ફ્લેટની ઈએમઆઈ ખુદ ભરે છે.

અંકિતા - મારા જ અકાઉન્ટમાંથી કપાય છે ઈએમઆઈ

અંકિતા - મારા જ અકાઉન્ટમાંથી કપાય છે ઈએમઆઈ

અંકિતાએ પુરાવા તરીકે પોતાની બેંક ડિટેલ્સ, ફ્લેટના કાગળો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈએમઆઈ અંકિતાના અકાઉન્ટમાંથી કપાઈ રહી છે. તેણે ઈ-સ્ટેમ્પ પેપર શેર કર્યા છે જે અનુસાર આ ફ્લેટ વર્ષ 2013માં ખરીદવામાં આવ્યો હતો. સ્ટેન્પ ડ્યુટી તરીકે 6 લાખ 75 હજાર રૂપિયાની ફી જમા કરાવવામાં આવી હતી. અંકિતાએ બેંક ડિટેલ્સ શેર કરીને કહ્યુ કે, 'હું પારદર્શી છુ અને એવી કોઈ પણ શંકાઓને ફગાવુ છુ. મારા ફલેટના રજિસ્ટ્રેશન સાથે મારા બેંક અકાઉન્ટ (01/01/19-01/03/20)ની બધી માહિતી છે. દર મહિના ઈએમઆઈ મારા અકાઉન્ટમાંથી કપાય છે. મારી પાસે આ ઉપરાંત કહેવા માટે બીજુ કંઈ નથી. '

સુશાંતની બહેન બોલી - મને તમારા પર ગર્વ છે

સુશાંતની બહેન બોલી - મને તમારા પર ગર્વ છે

અંકિતાની આ પોસ્ટ પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આના પર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ રિએક્ટ કર્યુ છે. તેણે કહ્યુ, 'તમે એક સ્વતંત્ર મહિલા છો અને મને તમારા પર ગર્વ છે.'આ ઉપરાંત સુશાંતના દોસ્ત મહેશ શેટ્ટીએ અંકિતાને સપોર્ટ કર્યો છે. તેમણે અંકિતાની પોસ્ટ પર કમેન્ટ કરીને કહ્યુ છે કે, 'તમારે ખુદ જણાવવાની જરૂર નથી, અમને તમારા પર ગર્વ છે.' અંકિતાની આ પોસ્ટ પર લોકોએ કમેન્ટ કરીને કહ્યુ કે તમારે કંઈ પ્રૂવ કરવાની જરૂર નથી, અમને તમારા પર વિશ્વાસ છે.

અંકિતાએ કહ્યુ - તમે યાદ આવશો સુશાંત

બેંક ડિટેલ્સ શેર કર્યા બાદ અંકિતાએ સુશાંત માટે આજે થઈ રહેલી ગ્લોબલ પ્રેયર વિશે પોસ્ટ કર્યુ છે. આમાં એક વીડિયો શેર કરીને તેમણે લખ્યુ છે, 'જાદૂઈ વ્યક્તિ, એક ચમત્કારપૂર્ણ આત્મા, એક વિસ્મયકારી વ્યક્તિત્વ, તમે યાદ આવશો સુશાંત.' અંકિતાએ મંત્ર લખીને કહ્યુ છે, 'ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् , ‪उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्... કૃપા કરીને આજે હાથ જોડીને પોતાનો એક ફોટો પોસ્ટ તકો અને #GlobalPrayers4SSR અભિયાન સાથે જોડાવ.'

View this post on Instagram

In continuation 🙏🏻

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X