સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર વ્યક્તિ કોણ છે, મૂસેવાલાની હત્યામાં પણ મોસ્ટ વૉન્ટેંડ, 2021માં જેલમાંથી નીકળી...
Who is Anmol Bishnoi: બૉલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. સલમાનના ઘર પર ફાયરિંગ કરવા પાછળ તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈનું નામ સામે આવી રહ્યું છે. અનમોલ બિશ્નોઈ પણ ઘણા કેસમાં વૉન્ટેડ છે.
અનમોલ બિશ્નોઈએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ''સલમાન ખાન અમે તને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે. જેથી તુ અમારી તાકાતને સમજ અને વધુ પરીક્ષા ના કર, આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી, ખાલી ઘર પર ગોળીઓ ચલાવવામાં નહિ આવે. જે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને તુ ભગવાન માને છે, તેના નામના બે કૂતરા અમે પાળી રાખ્યા છે, બાકી મને બહુ બોલવાની આદત નથી, જય શ્રી રામ, જય ભારત.''

આ ગેંગ 1998માં રાજસ્થાનમાં કાળિયાર હત્યા કેસમાં કથિત સંડોવણીના કારણે આ પહેલા પણ સલમાન ખાનને ઘણી વખત નિશાન બનાવી ચૂકી છે. જે બાદ સલમાનને y+ કેટેગરીની સુવિધા આપવામાં આવી છે. બિશ્નોઈ સમુદાયમાં કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે અને લરે\ન્સ બિશ્નોઈએ દાવો કર્યો હતો કે તે ત્યારથી સલમાન ખાનથી નારાજ છે.
Anmol Bishnoi: કોણ છે અનમોલ બિશ્નોઈ?
અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લ\રેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે. અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસ સહિત 18 ગુનાહિત કેસ નોંધાયેલા છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં અનમોલ બિશ્નોઈનું નામ પણ સામેલ છે. સિદ્ધુ મૂસેવાલાની મે 2022માં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અનમોલ બિશ્નોઈ વૉન્ટેડ છે. ભારત સરકાર અને પંજાબ પોલીસ તેને શોધી રહી છે.
રિપોર્ટ અનુસાર અનમોલ બિશ્નોઈ હાલમાં ભારતમાં નથી. અનમોલ બિશ્નોઈ કેનેડામાં છુપાયો હોવાની આશંકા છે. અનમોલ બિશ્નોઈ અનેકવાર અલગ-અલગ કેસમાં જેલ જઈ ચૂક્યો છે. અનમોલ થોડા વર્ષોથી જોધપુર જેલમાં બંધ હતો. તેને 7 ઓક્ટોબર 2021ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે જોધપુર જેલ છોડ્યા બાદ તે ભારત છોડીને કેનેડામાં છુપાઈ ગયો છે. કેનેડામાં રહીને તે બિશ્નોઈ ગેંગ માટે કામ કરે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું કે તે અનમોલ બિશ્નોઈની ફેસબુક પોસ્ટ, જેને પછીથી ડિલીટ કરવામાં આવી હતી, તેની તપાસ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
