Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અંકિતા અને રિયા ઉપરાંત સુશાંતના જીવનમાં હતી કોઈ ત્રીજી યુવતી, ભરતા હતા ફ્લેટની EMI

હાલમાં જ એ સામે આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતની જિંદગીમાં વધુ એક યુવતી છે.

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. હાલમાં જ એ સામે આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતની જિંદગીમાં વધુ એક યુવતી છે. મીડિયા રિપોર્ટસ મુજબ ઈડીની તપાસમાં એ સામે આવ્યુ છે કે સુશાંત એક ફ્લેટની ઈએમઆઈ ભરતા હતા જેમાં તેમની એક્સ ગર્લફ્રેન્ડ રહેતી હતી પરંતુ આ ગર્લફ્રેન્ડ કોણ છે તે વિશે કોઈ માહિતી સામે આવી નથી.

સુશાંત ભરતા હતા ફ્લેટની ઈએમઆઈ

સુશાંત ભરતા હતા ફ્લેટની ઈએમઆઈ

આ માહિતી બાદ એ કહેવામાં આવી રહ્યુ છે કે સુશાંતની જિંદગીમાં રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડે ઉપરાંત પણ કોઈ ત્રીજી યુવતી પણ હતી. પહેલી વાર સુશાંત વિશે ત્રીજી યુવતીનો ઉલ્લેખ સામે આવ્યો છે. જો કે આ કેસમાં કોઈ પણ અધિકૃત માહિતી સામે આવી નથી. મીડિયામાં આ એંગલ વિશે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે લગભગ 35 લાખ રૂપિયા એક ફ્લેટની ઈએમઆઈ સુશાંત ભરતા હતા. સૂત્રોના હવાલાથી મીડિયામાં કહેવામાં આવી રહ્યુ છે કે સુશાંતના નામ પર જ આ ફ્લેટ હતો જેની ઈએમઆઈ સુશાંતના બેંક અકાઉન્ટમાંથી જ કપાતી હતી.

કોણ છે એ છોકરી

કોણ છે એ છોકરી

સુશાંતની જિંદગીમાં શું કોઈ ત્રીજી યુવતી પણ હતી? શું કોઈ બીજો વ્યક્તિ હતો જેના માટે સુશાંતે ફ્લેટ લીધો હતો? આ વિશે કોઈ માહિતી હાલમાં સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા સતત પૂછપરછ ઝેલી રહી છે. હાલમાં ઈડી તેનુ નિવેદન નોંધી ચૂકી છે. સાથે જ તેનો ફોન પણ જપ્ત કરી લીધો છે.

સુશાંત કેસ

સુશાંત કેસ

સુશાંત કેસમાં સીબીઆઈ તપાસના આદેશ કેન્દ્ર તરફથી આપી દેવામાં આવ્યા છે. સીબીઆઈએ પણ રિયા ચક્રવર્તી સહિત છ લોકોને આરોપી બનાવ્યા છે. રિયા ચક્રવર્તીએ કેસ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 11 ઓગસ્ટની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેસ પર ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X