Pics : યારિયાં સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરશે રકુલ!

મુંબઈ, 31 ઑક્ટોબર : બૉલીવુડમાં દક્ષિણ ભારતીય સુંદરીઓનો એમ તો દબદબો રહ્યો છે અને સમયાંતરે તેમાં ઉમેરો થતો જાય છે. હવે રકુલ પ્રીત સિંહ તરીકે વધુ એક ઉમેરો થઈ રહ્યો છે. 2011ની મિસ ઇન્ડિયા સ્પર્ધામાં વિવિધ ખિતાબો જીતનાર રકુલ યારિયાં ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે.

ટી સિરીઝના પ્રમુખ હોંકો ભૂષણ કુમારના પત્ની દિવ્યા ખોસલા કુમારની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ યારિયાંમાં રકુલ પ્રીત સિંહ એક નર્ડ એટલે કે મૂર્ખ યુવતીનો રોલ કરી રહ્યાં છે કે જે નંબર્સની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી છે. યારિયાં ફિલ્મમાં રકુલ સાથે હિમાંશુ કોહલી, સેરાહ સિંહ, નકોલ ફરિયા, દેવ શર્મા તથા એવલીન શર્મા પણ લીડ રોલમાં છે.

ચાલો આપને તસવીરો સાથે રકુલ પ્રીત સિંહ અને યારિયાં વિશે આપીએ વધુ માહિતી :

સાઉથના અભિનેત્રી

સાઉથના અભિનેત્રી

રકુલ પ્રીત સિંહ સાઉથના સુપરહિટ અભિનેત્રી છે. તેઓ કન્નડ અને તામિળ ભાષાની બે-બે તેમજ એક તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેઓ તુલુગ બમ્પર મદાલાઇન્દીની રીમેકમાં પણ દેખાશે. આ ફિલ્મમાં ગૌતમ કાર્તિક હીરો હશે. તેમની પાસે વધુ બે ફિલ્મો છે.

અનેક બ્યુટી કૉન્ટેસ્ટ વિજેતા

અનેક બ્યુટી કૉન્ટેસ્ટ વિજેતા

રકુલ પ્રીત સિંહ અનેક બ્યુટી કૉન્ટેસ્ટ પણ જીતી ચુક્યાં છે. તેમાં મિસ પીપલ્સ ચૉઇસ, સુંદર આંખો મિસ, બ્યુટીફુલ સ્માઇલ, મિસ ફ્રેશ ફેસ મિસ, પ્રતિભાશાળી મિસ જીતી ત્રીજા ઉપવિજેતા ફાઇનલમાં નિકળી ગયા હતાં. ઉપરાંત રકુલે ચીનમાં મિસ ટૂરિઝ્મમાં પણ ભાગ લીધો હતો અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં છઠા સ્થાને પહોંચી ગયા હતાં.

આર્મી ફૅમિલી સાથે ઘરોબો

આર્મી ફૅમિલી સાથે ઘરોબો

રકુલ પ્રીત સિંહ ઇન્ડિયન આર્મી ફૅમિલી સાથે ઘરોબો ધરાવે છે.

પહાડિયોમાં શૂટિંગ

પહાડિયોમાં શૂટિંગ

ફિલ્મના દિગ્દર્શક દિવ્યા ખોસલા કુમારે જણાવ્યું કે સિક્કિમના લાચેનનું શૂટિંગ ખતમ થયા બાદ દાર્જલિંગ ખાતે શૂટિંગ કરવામાં આવ્યું છે. અહીંની વાદીઓ અને પ્રાકૃતિક સૌંદર્ય રમણીય છે. દિવ્યા દિગ્દર્શન અગાઉ દલ ધ ગૅંગ તથા અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે.

ગુલશન-દીપ્તિ

ગુલશન-દીપ્તિ

યારિયાં ફિલ્મમાં ગુલશન ગ્રોવર પ્રિંસિપલની ભૂમિકમાં નજરે પડવાના છે, જ્યારે દીપ્તિ નવલ પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે.

યુવાનો પર કેન્દ્રિત

યુવાનો પર કેન્દ્રિત

યારિયાં ફિલ્મ યુવાનો પર કેન્દ્રિત છે. દિવ્યા કહે છે - અમે એવી વ્યક્તિને લેવા માંગતા હતાં કે જે સાચે 19-20 વર્ષની વયની હોય.

દિગ્દર્શન ગમે છે

દિગ્દર્શન ગમે છે

દિગ્દર્શનની શરુઆત અંગે દિવ્યા કહે છે - હું કેટલીક જાહેરખબરો અને વીડિયોનું દિગ્દર્શન કરતી રહુ છું. હું ફિલ્મોમાં દિગ્દર્શન કરવા માંગતી હતી અને હું ખુશ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X