For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફીચર ફિલ્મ અનુમતિ, તો અભિનેતા વિક્રમ ગોખલે સર્વશ્રેષ્ઠ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 મે : ગજેન્દ્ર આહિર દિગ્દર્શિત અનુમતિ ફિલ્મને ન્યૂયૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (એનવાયઆઈએફએફ)માં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે તથા ફિલ્મમાં હતાશ પતિની ભૂમિકા ભજવનાર વિક્રમ ગોખલેને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ હાસલ થયો છે.

anumati

વિજેતાની પસંદગી ભારતીય ઉપખંડની 18 વાર્તાઓ, 10 દસ્તાવેજી ચિત્રો તથા 8 લઘુ ફિલ્મોમાંથી કરાઈ તેમજ 30મી એપ્રિલથી 4થી મે સુધી યોજાયેલ આ મહોત્સવમાં તેમને પ્રદર્શિત કરાયાં. દિગ્દર્શક હંસલ મહેતાને શાહિદ ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટર ઑફ ઍ ફીચર ફિલ્મનો ઍવૉર્ડ અપાયો. આ ફિલ્મ માનવાધિકાર કાર્યકાર તેમજ વકીલ શાહિદ આઝમી ઉપર આધારિત છે.

હંસા ફિલ્મ માટે સૂરજ નેગીને બેસ્ટ યંગ એક્ટર ઇન ઍ ફીચર ફિલ્મનો ઍવૉર્ડ તેમજ અવિનાશ કુમાર સિંહની લિસન અમાયા ફિલ્મ માટે અભિનેત્રી દીપ્તિ નવલને પણ સન્માનિત કરાયાં. ઉપરાંત મલયાલમ ફિલ્મકાર-લેખક બિજૂને કશાથીંટે નિરામ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સ્ક્રીનપ્લે તેમજ મિરા બૅંકની ધ ઑન્લી રીયલ ગેમને સર્વશ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્રનો ઍવૉર્ડ મળ્યો. લઘુ ફિલ્મની શ્રેણીમાં કૅરી સાવનેની ખાના ઍવૉર્ડ મેળવવામાં સફળ રહી.

English summary
Anumati directed by Gajendra Ahire has won the Best Feature Film award at the New York Indian Film Festival (NYIFF) with Vikram Gokhale getting the Best Actor award for his role as a desperate husband.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X