નામ સાર્થક થયું અનુપમનું, સિંગાપોર પહોંચ્યા

મુંબઈ, 5 નવેમ્બર : તાજેતરમાં જ એશિયાના ટૉપ ટૅલેંટેડ એક્ટરોમાં સમાવિષ્ટ થયેલ બૉલીવુડ એક્ટર અનુપમ ખેર આજે સિંગાપોર પહોંચ્યા છે. થોડાંક કલાક પહેલાં જ તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે તેઓ પોતાના વર્કશૉ એક્ટર પ્રિપૅર્સના અંતિમ તબક્કા માટે સિંગાપોર આવ્યાં છે. ઇંટરનેશનલ મૅગેઝીન હૉલીવુડ રિપોર્ટર દ્વારા પોતાનો ટૉપ 5 એક્ટરોમાં સમાવેશ કરાતાં અનુપમ ખેર ખૂબ ખુશ છે અને પોતાની ખુશી તેઓ ટ્વિટર વડે પોતાના તમામ ફૅન્સ સાથે શૅર કરી રહ્યાં છે. હકીકતમાં જોવા જઇએ તો અનુપમ ખેરની આ સિદ્ધિ સાથે તેમનું નામ અનુપમ વાસ્તવમાં સાર્થક થયુ છે.

Anupam Kher

સાથે જ ગઈકાલે એટલેકે 4થી નવેમ્બરના રોજ વિજયા બાઈના પુસ્તકના લોકાર્પણ પ્રસંગે અનુપમ ખેરે લેખિકા કિશોરી અમોંકર અને રીમા સાથે પણ ઘણાં વખત પછી મુલાકાત કરી.. અનુપમ ખેરે જણાવ્યું કે વિજયા મહેતા તેમના ગુરુ છે. તેઓ બહુ સારા એક્ટર, ટીચર અને દિગ્દર્શક છે. તેમના પુસ્તક લોકાર્પણમાં જઈ અનુપમ ખેર ખૂબ ખુશ છે.

હૉલીવુડ રિપોર્ટરના જણાવ્યાં મુજબ અનુપમ ખેર સાથે ટૉપ 5 એક્ટરોમાં હૉલીવુડ એક્ટર લી બિંગબીંગ (ચાઇના), લી બ્યૂંગ હુન (દક્ષિણ કોરિયા), લ્કો ઉવાઇસ (થાઈલૅન્ડ) અને આરોન ક્વોક (હૉંગકૉંગ)નો સમાવેશ થાય છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં અનુપમ ખેરે લખ્યું છે - હૅપ્પી ટુ શૅર હૉલીવુડ રિપોર્ટરે પોતાના લેટેસ્ટ ઇશ્યુમાં એશિયાના ટૉપ 5 એક્ટરોમાં મારો સમવેશ કર્યો છે. હું એકમાત્ર ભારતીય છું. જય હો.

અનુપમ ખેરે બૉલીવુડમાં પોતાના કૅરિયરની શરુઆત આગમન ફિલ્મ સાથે કરી હતી, પરંતુ તેમની ઓળખ સ્થાપિત થઈ મહેશ ભટ્ટની ફિલ્મ સારાંશથી. આ ઉપરાંત ડૅડી, કર્મા જેવી ફિલ્મોથી અુપમ ખેરે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની ઝલક સૌને દાખવી. સાથે જ અનુપમ ખેરે બૅન્ડિટ લાઇક બેખમ અને બ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ જેવી ઇન્ટરનેશનલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X