For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : અનુપમ ખેર એશિયન ઍવૉર્ડથી સન્માનિત

|
Google Oneindia Gujarati News

લંડન, 18 એપ્રિલ : બૉલીવુડ અભિનેતા અનુપમ ખેરને સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક, બ્રાઇડ એન્ડ પ્રીજ્યુડિશ તથા બેન્ડ ઇટ લાઇક બેક્ખમ જેવી હૉલીવુડ ફિલ્મોમાં શાનદાર અભિનય માટે એશિયન ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યાં છે.

બ્રિટન ખાતે ગત મંગળવારે આ સમારંભ યોજાયો. અનુપમ ખેર જોકે સમારંભમાં હાજર નહોતાં, પરંતુ તેમણે વીડિયો સંદેશ દ્વારા સમારંભના વ્યવસ્થાપકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. એશિયન ઍવૉર્ડ બ્રિટનનું એવું એકનું એક સન્માન છે કે જે બ્રિટન સહિત એશિયન મૂળની વ્યક્તિઓને તેમની સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.

આ ઍવૉર્ડ કળા, વ્યવસાય તથા ઉદ્યમશીલતા, ટેક્નિક તેમજ રમત-ગમત સાથે સંકળાયેલી પ્રતિભાશાળી વ્યક્તિઓને અપાય છે. ઍશિયન ઍવૉર્ડ સમારંભ ગ્રૉસવેનર હાઉસ ખાતે યોજાયું. લંડન 2012 ઑલિમ્પિક માસ્ટરમાઇન્ડ લૉર્ડ સેબેસ્ટિને સમારંભની યજમાની કરી. ચાઇનીઝ-અમેરિકન માર્શલ આર્ટના કલાકાર તથા અભિનેતા બ્રૂસ લીને ફાઉન્ડર ઍવૉર્ડ તથા બ્રિટનના અભિનેતાને ફેલોશિપ ઍવૉર્ડ અપાયો. ભારતના ઉદ્યોગપતિ અદિ ગોદરેજને ઉદ્યમશીલતા પુરસ્કાર આપવામાં આવ્યું. ઇન્ફૉસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ, એસ્સાર ગ્રુપના ઉપ પ્રમુખ રવિ રુઇયા તેમજ ભારત-અમેરિકાના કૉમ્પ્યુટર વાસ્તુકાર અજય ભટ્ટને પણ સન્માનિત કરવામાં આવ્યાં.

આવો તસવીરોમાં જોઇએ અનુપમ ખેરની પાંચ અનુપમ ફિલ્મો.

સારાંશ 1984

સારાંશ 1984

સને 1984માં આવેલી મહેશ ભટ્ટ દિગ્દર્શિત સારાંશ ફિલ્મમાં 28 વર્ષીય અનુપમ ખેરે એક એવા વૃદ્ધ નિવૃત્ત પિતાની ભૂમિકા ભજવી હતી કે જેની યુવાન પુત્રની અસ્થિઓ પામવા માટે ચપ્પલ ઘસાઈ જાય છે. એક લાચાર પિતાની તસવીર આ રીતે પડદા ઉપર અનુપમે જીવી બતાવી. તે જોઈ હરકોઈ રડી ઉઠ્યું હતું.

કર્મા 1986

કર્મા 1986

સુભાષ ઘાઈ દિગ્દર્શિત ફિલ્મ કર્મામાં ડૉક્ટર ડૅંગની ભૂમિકા અનુપમ ખેરે એવી રીતે ભજવી કે જેની આગળ દિલીપ કુમાર જેવા કલાકાર પણ ફીકા પડી ગયાં. ફિલ્મ મલ્ટીસ્ટાર હતી, પરંતુ અનુપમ ખેરનું અભિનય સૌની ઉપર ભારે પડ્યું અને ડૉ. ડૅંગ અમર થઈ ગયો.

ડૅડી 1990

ડૅડી 1990

આ ફિલ્મમાં અનુપમ ખેર એક દારૂડિયા, પરંતુ કૅરિંગ પિતા બન્યા હતાં. આ રોલ આજે પણ સીમાચિહ્ન રૂપ છે. આ ફિલ્મ માટે અનુપમ ખેરને બેસ્ટ ક્રિટિક એક્ટર ઍવૉર્ડથી બિરદાવવામાં આવ્યા હતાં.

ડર 1993

ડર 1993

ફિલ્મ ડર સાથે અનુપમ ખેરે કૉમેડીની શરુઆત કરી. પછી તેમણે રામ લખન, હમ, કુછ કુછ હોતા, લમ્હેં, મોહબ્બતેં, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને વીર ઝારા જેવી ફિલ્મોમાં સતત કૉમિક રોલ કર્યાં અને સતત ઍવૉર્ડ્સ જીતતા રહ્યાં.

મૈંને ગાંધી કો નહીં મારા 2005

મૈંને ગાંધી કો નહીં મારા 2005

મૈંને ગાંધી કો નહીં મારા ફિલ્મમાં અનુપમ ખેર એક ગંભીર રોલમાં હતાં કે જે લોકોના દિલો પર ચોટ કરે છે. આ ફિલ્મ માટે પણ અનુપમ ખેરને બેસ્ટ ક્રિટિક્સ એક્ટરનો ઍવૉર્ડ મળ્યો.

English summary
Anupam Kher wins top Asian Award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X