પહેલી વાર રીલ લાઇફ પતિ-પત્ની બન્યાં અનુપમ-કિરણ

મુંબઈ, 26 નવેમ્બર : રીયલ લાઇફ પતિ-પત્ની અનુપમ ખેર તથા કિરણ ખેર પહેલી વાર રીલ લાઇફમાં પણ પતિ-પત્ની તરીકે નજરે પડનાર છે. ખેર દમ્પતિ ટોટલ સિયાપા ફિલ્મમાં પતિ-પત્નીના રોલમાં છે. ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર નીરજ પાન્ડે કહે છે કે બંને ઉમ્દા કલાકારોને રૂપેરી પડદે સાથે લાવવા માટે ઘણી મહેનત કરવી પડી.

નીરજ પાન્ડેએ સોમવારે ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે મીડિયાને જણાવ્યું - મારા હિસાબે ફિલ્મ માટે તે બંનેની પસંદગી બિલ્કુલ યોગ્ય હતી. તેઓ બંને ફિલ્મમાં પતિ-પત્નીનો રોલ જ ભજવી રહ્યાં છે. આવો રોલ તેમણે અગાઉ ક્યારેય કોઈ ફિલ્મમાં નથી કર્યો. ફિલ્મમાં અનુપમ-કિરણનું હોવું ખૂબ જ મહત્વનું અને સુખદ છે.

ટોટલ સિયાપાના દિગ્દર્શક ઈ નિવાસ છે. પાન્ડેને પૂછવામાં આવ્યું કે તેમણે પોતાની વાર્તાનું દિગ્દર્શન પોતે કેમ ન કર્યું, તો પાન્ડેનો જવાબ હતો - અમને આ ફિલ્મ માટે એક શ્રેષ્ઠ દિગ્દર્શક મળી ગયા હતાં. તેથી અમે ઈ નિવાસનો સમ્પર્ક કર્યો. તેમમએ બિલ્કુલ એવુ જ કામ કર્યું કે જેવું અમે ઇચ્છતા હતાં.

નોંધનીય છે કે નીરજ પાન્ડે ઍ વેડ્નસડે તથા સ્પેશિયલ 26 જેવી ફિલ્મો માટે જાણીતા છે. ટોટલ સિયાપા ફિલ્મમાં અભિનેતા અલી ઝફર તેમજ અભિનેત્રી યામી ગૌતમ લીડ રોલમાં છે.

ટોટલ સિયાપા

ટોટલ સિયાપા

અલી ઝફર અને યામી ગૌતમના લીડ રોલ ધરાવતી ફિલ્મ ટોટલ સિયાપાનું અગાઉ નામ અમન કી આશા હતું. તેમાં અલીનું નામ અમન અને યામીનું નામ આશા છે. અલીએ પાકિસ્તાની અને યામીએ પંજાબી યુવતીની ભૂમિકા ભજવી છે.

ટ્રેલર લૉન્ચ

ટ્રેલર લૉન્ચ

સોમવારે ટોટલ સિયાપા ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું.

પહેલી વાર રીલ લાઇફ પતિ-પત્ની

પહેલી વાર રીલ લાઇફ પતિ-પત્ની

રીયલ લાઇફ પતિ-પત્ની અનુપમ ખેર અને કિરણ ખેર પહેલી વાર રીલ લાઇફ પતિ-પત્ની તરીકે ટોટલ સિયાપા ફિલ્મમાં દેખાશે.

મહેનત કરવી પડી

મહેનત કરવી પડી

ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર નીરજ પાન્ડે કહે છે કે બંને ઉમ્દા કલાકારોને રૂપેરી પડદે સાથે લાવવા માટે ઘણી મહેનત કરવી પડી. મારા હિસાબે ફિલ્મ માટે તે બંનેની પસંદગી બિલ્કુલ યોગ્ય હતી. તેઓ બંને ફિલ્મમાં પતિ-પત્નીનો રોલ જ ભજવી રહ્યાં છે. આવો રોલ તેમણે અગાઉ ક્યારેય કોઈ ફિલ્મમાં નથી કર્યો. ફિલ્મમાં અનુપમ-કિરણનું હોવું ખૂબ જ મહત્વનું અને સુખદ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X