અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે જણાવ્યુ એક મહિનામાં કેટલા પૈસા ખર્ચ કરે છે
બૉલિવુડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે પોતાના લેટેસ્ટ યુટ્યુબ વીડિયોથી ફેન્સના સવાલોના જવાબ આપ્યા છે.
મુંબઈઃ બૉલિવુડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે પોતાના લેટેસ્ટ યુટ્યુબ વીડિયોથી ફેન્સના સવાલોના જવાબ આપ્યા છે. ઘણા સવાલો સાથે આલિયા કશ્યપે એ પણ શેર કર્યુ છે કે તેણે 2021માં શું શીખ્યુ અને એર વર્ષમાં દર મહિના તેણે કેટલા રુપિયા ખર્ચ કર્યા.

તમે એક મહિનામાં કેટલા પૈસા ખર્ચ કરો છો?
એક ફેને પૂછ્યુ કે તમે એક મહિનામાં કેટલા પૈસા ખર્ચ કરો છો? આલિયાએ જવાબ આપ્યો, 'આ સવાલનો જવાબ મને જેટલા જોઈએ એટલા કોઈને નહિ, હું મોટેભાગે માત્ર ખાવા અને કપડા પર ખર્ય કરુ છુ. હું દર બે સપ્તાહમાં એક વાર ઑનલાઈન શૉપિંગ કરુ છુ. 1 સપ્તાહમાં બેથી ત્રણ વાર ઑર્ડર કરુ છુ કે જે સારુ નથી. આ ઉપરાંત હું બહુ ખાઉ છુ, ભોજન અને કપડા એ છે જેના પર હું મારા મોટાભાગના પૈસા ખર્ચ કરુ છુ અને હું તેમાં ઘટાડો કરવાની કોશિશ કરી રહી છુ.'

આલિયા ક્યારે કરવા માંગે છે આ કોર્સ
તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો વિદેશમાં રહ્યા પછી આલિયા મુંબઈમાં પાછી આવી ગઈ છે. તે કેલિફૉર્નિયામં ચેપમેન વિશ્વવિદ્યાલયથી અભ્યાસ પૂરો કર્યા બાદ હવે તેણે ન્યૂયૉર્ક અને યુરોપની અમુક કૉલેજોમાં એડમિશન માટે અપ્લાય કર્યુ છે. તે ફેશન માર્કેટીંગ કરવા માંગે છે.

સૌથી મોટી વાત શું શીખી
ગયા વર્ષે તેણે પોતાના વિશે જે સૌથી મોટી વાત શીખી તેના વિશે પૂછતા આલિયાએ જણાવ્યુ કે મે જે સૌથી મોટી વાત શીખી છે તે સાંભળવામાં અટપટી લાગી શકે છે પરંતુ હું ખૂબ મજબૂત વ્યક્તિ છુ. મે અનુભવ્યુ છે કે આ વર્ષે મે પોતાના અંગત જીવનમાં, પોતાના પરિવાર, દોસ્તો અને ઘણી બધી અન્ય વસ્તુઓ સાથે ઘણુ બધુ કર્યુ જે મે ઈન્ટરનેટ પર નથી પોસ્ટ કર્યુ. પરંતુ હું પોતાના માનસિક સ્વાસ્થ્ય સાથે પણ ઘણી બધી વ્યક્તિગત વસ્તુઓમાંથી પસાર થઈ જેના વિશે મે વાત કરી છે. તથ્ય એ છે કે હું આગળ વધી અને આજે હું અહીં છુ, મને તેના માટે પોતાના પર ગર્વ છે.
નવા વર્ષમાં આલિયા કશ્યપ કરવા માંગે છે આ કામ
આલિયાએ નવા વર્ષના પ્રોમિશ વિશે જણાવ્યુ અને કહ્યુ કે નિશ્ચિત રીતે વર્કઆઉટ અને ફિટનેસને રુટીનમાં લાવવાનુ છે કારણકે હું ખૂબ અસ્વસ્થ થઈ ગઈ છુ. હું હેલ્ધી નથી ખાતી. દર વર્ષે હું જાતે એ સંકલ્પ કરુ છુ પરંતુ આ વખતે હું ગમે એમ કરીને પોતાના આ સંકલ્પ પર અમલ કરીશ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
