Anushka Sharma : વિરાટ કોહલી પહેલા આ ક્રિકેટરના પ્રેમમાં ફિદા હતી અનુષ્કા શર્મા, અધુરી રહી ગઈ લવ સ્ટોરી
બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની ગણતરી મોસ્ટ ફેવરીટ કપલમાં થાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અનુષ્કા શર્મા કોહલી પહેલા બીજા કોઈના પ્રેમમાં પાગલ હતી.
અનુષ્કા શર્મા તેના વિવાહિત જીવનમાં ખૂબ ખુશ છે પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમનું નામ મોટી હસ્તી સાથે જોડાયેલું હતું. વિરાટ કોહલી પહેલા તેનું નામ અન્ય ક્રિકેટર સાથે જોડાઈ ચૂક્યું છે.

અનુષ્કા શર્માએ વર્ષ 2010માં ફિલ્મ રબ ને બના દી જોડીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે રણવીર સિંહ સાથે ફિલ્મ બેન્ડ બાજા બારાતમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, તે સમયે તેમના અફેરની અફવાઓ ફેલાઈ હતી પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.
આ પછી વર્ષ 2012માં અનુષ્કા શર્માને લઈને અહેવાલો આવ્યા કે તે ક્રિકેટર સુરેશ રૈનાને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે પણ જોવા મળ્યા હતા.
બંનેએ આ અફવાઓ પર ક્યારેય પ્રતિક્રિયા ન આપી અને ન તો તેમના સંબંધોનો સ્વીકાર કર્યો. જે રીતે તેમના રિલેશનશિપની અફવા ફેલાઈ હતી તે પછી બંને ક્યારેય સાથે જોવા મળ્યા નથી. બંનેનું બહુ ઓછા સમયમાં બ્રેકઅપ થઈ ગયું.
આ પછી અનુષ્કા શર્માના જીવનમાં વિરાટ કોહલીની એન્ટ્રી થઈ. બંને પહેલીવાર એક એડ શૂટ દરમિયાન મળ્યા અને ટૂંક સમયમાં જ તેમનો પ્રેમ ખીલ્યો. આ પછી બંનેએ વર્ષ 2017માં લગ્ન કરી લીધા.
હવે કપલને એક દીકરી પણ છે જેનું નામ વામિકા છે. જો કે અનુષ્કા તેની પુત્રી સાથેના ફોટા ભાગ્યે જ શેર કરે છે. હવે ટૂંક સમયમાં જ તે બીજી વખત માતા બનવાના ચાહકોને ખુશખબર આપવા જઈ રહી છે. જો કે હજુ સુધી આ અંગે અનુષ્કા અને વિરાટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.












Click it and Unblock the Notifications
