શ્રીદેવી માટે અનુષ્કા શર્માએ પરી નું પ્રીમિયર કેન્સલ કર્યું

Posted By:
Subscribe to Oneindia News

અનુષ્કા શર્માએ પોતાની આવનારી ફિલ્મ પરી ના પ્રીમિયરને કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. અનુષ્કા શર્માએ બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીના સમ્માનમાં લીધો છે. શ્રીદેવી ની મૃત્યુથી આખું બોલિવૂડ શોકમાં છે. શનિવારે રાત્રે દુબઇ હોટેલ રૂમમાં બાથટબમાં ડૂબવાથી શ્રીદેવી ની મૌત થયી હતી. ફક્ત 54 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેનાર શ્રીદેવી બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર હતી.

પ્રીમિયર કેન્સલ પરંતુ હોળી પર જ થશે રિલીઝ

પ્રીમિયર કેન્સલ પરંતુ હોળી પર જ થશે રિલીઝ

અનુષ્કા શર્માના લગ્ન પછી પરી તેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ 2 માર્ચ દરમિયાન હોળી સમયે આખા દેશમાં રિલીઝ થવા જઈ રહી છે. ખબર અનુસાર અનુષ્કા શર્માએ ભલે પ્રીમિયર કેન્સલ કરી દીધું હોય પરંતુ ફિલ્મ હોળી પર જ રિલીઝ થશે. આ ફિલ્મની ડેટ ઘણા સમય પહેલા જ નક્કી થઇ ચુકી હતી. અનુષ્કા શર્મા પ્રોડક્શન હેઠળ બનનાર ત્રીજી ફિલ્મ છે.

આવી હાલતમાં જશ્ન નહીં મનાવી શકાય

આવી હાલતમાં જશ્ન નહીં મનાવી શકાય

ફિલ્મના સહ-નિર્માતા કીઅર્જ એમડી પ્રેરણા અરોરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે શ્રીદેવી ખુબ જ સમ્માનિત અભિનેત્રી હતી. એટલા માટે આ જશ્ન મનાવવા માટે સારો સમય નથી. આ સમયે અમે પ્રીમિયર જેવા કોઈ પણ જશ્ન વિશે વિચારી શકતા નથી.

શ્રીદેવી ની અચાનક મૃત્યુથી દેશ શોકમાં

શ્રીદેવી ની અચાનક મૃત્યુથી દેશ શોકમાં

શ્રીદેવી ની અચાનક મૃત્યુથી આખો દેશ સ્તબ્ધ છે. શ્રીદેવી ની મૌત શનિવારે રાત્રે દુબઇ હોટેલ રૂમમાં બાથટબમાં ડૂબવાથી થયી હતી. શ્રીદેવીના શરીરમાં આલ્કોહોલના અંશ પણ મળી આવ્યા હતા. પોલીસ પરવાનગી પછી જ શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવશે.

English summary
Anushka Sharma cancel upcoming movie pari premiere honour of sridevi to be release on holi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.