અનુષ્કા શર્મા - બાળપણથી અભિનેત્રી સુધીની તસવીરી સફર

મુંબઈ, 26 સપ્ટેમ્બર : અનુષ્કા શર્માએ જણાવ્યું છે કે હાલ તે સિંગલ છે અને તેનું કોઈની સાથે કોઈ લફરું પણ નથી ચાલતું. એમ તો તેની વાતમાં દમે છે, કારણ કે રણવીર સિંહ સાથે હવે તે ક્યારેક-ક્યારેક જ મુલાકાત કરે છે. હવે અનુષ્કા પોતાના કરિયરમાં જ સમ્પૂર્ણ ધ્યાન લગાવી રહી છે. કરિયરની વાત આવી, તો તમને જણાવી દઇએ કે બેંગલુરૂની આ છોકરી હંમેશા ઓરિએંન્ટેડ રહી છે. અનુષ્કાના પિતા કર્નલ અજય કુમાર શર્મા અને માતા આશિમા શર્માના જણાવ્યા મુજબ બાળપણથી જ અનુષ્કા અભ્યાસ પ્રત્યેક જાગૃત રહેતી હતી.

બાળપણની વાત આવી જ ગઈ છે, તો ચાલો અમે તમને લઈ જઇએ અનુષ્કાના બાળપણ તરફ, જેમાં તેના જન્મથી લઈને મોટા થવા સુધીની તસવીરો તમે જોશો. સાથે જ શરુઆતથી જ મૉડેલિંગની શોખીન અનુષ્કા બાળપણથી જ ફેશન કરવામાં પાછળ નહોતી રહેતી. એ જ કારણ હતું કે તે આગળ ચાલીને પણ મૉડેલિંગમાં જ કરિયર બનાવવા માંગતી હતી. મૉડેલિંગ તો વધારે ચાલી ન શકી, પણ તે અભિનેત્રી જરૂર બની ગઈ. તેને બ્રેક આપ્યું શાહરુખ ખાને પોતાની ફિલ્મ રબ ને બના દી જોડીમાં.

બેબી અનુષ્કા

બેબી અનુષ્કા

અનુષ્કા શર્માનો જન્મ બેંગલુરૂ ખાતે થયો હતો, પરંતુ તેના માતા-પિતા ગઢવાલ-ઉત્તરાખંડના મૂળ નિવાસી છે. તેના પિતા કર્નલ અજય કુમાર શર્મા એક આર્મી ઑફિસર છે અને માતા આશિમા શર્મા એક ગૃહિણી છે. તેના મોટા ભાઈ કારનેશ કે જે પહેલા રાજ્ય કક્ષાના ક્રિકેટર હતા. તેઓ હવે મર્ચંટ નેવીમાં કાર્યરત્ છે.

બાળપણથી જ ફેશન

બાળપણથી જ ફેશન

અનુષ્કાને બાળપણથી જ ફેશન કરવાનો બહુ શોખ હતો. એ જ કારણ છે કે ભલે ભારતીય લિબાઝ હોય કે વેસ્ટર્ન, બાળપણથી જ અનુષ્કા શણગારમાં ક્યારેય પાછી નહોતી રહેતી.

પરિવાર સાથે અનુષ્કા

પરિવાર સાથે અનુષ્કા

આ તસવીરમાં તમે અનુષ્કાને તેના પરિવાર સાથે જોઈ શકાય છે. આ તસવીર સ્પષ્ટ જણાવે છે કે અનુષ્કા બદલાઈ ગઈ, પરંતુ તેનું સ્મિત અને ચીકૂ જેવા ગાલ નથી બદલાયાં.

હેપ્પી બર્થ ડે

હેપ્પી બર્થ ડે

આ તસવીર છે અનુષ્કાના બર્થ ડેની. તેમાં તેની માતા તેને કેક ખવડાવી રહી છે. દરેક જન્મ દિવસે અનુષ્કા પોતાના મિત્રો સાથ બહુ એન્જૉય કરતી હતી.

ભાઈ સાથે અનુષ્કા

ભાઈ સાથે અનુષ્કા

આ તસવીરમાં અનુષ્કા પોતાના ભાઈ કારનેશ સાથે છે. ભાઈ-બહેનનો પ્રેમ હંમેશા જળવાઈ રહ્યો છે. બંને જ બાળપણથી બહુ શરારતો કરતા હતાં.

ભાઈ સાથે અનુષ્કા

ભાઈ સાથે અનુષ્કા

અનુષ્કા શર્મા શરુઆતમાં મૉડેલિંગ જગતમાં નામ કમાવવા માંગતી હતી અને ફિલ્મો તરફ ખાસ આકર્ષાઈ નહોતી. તેણે પોતાનું મૉડેલિંગ કરિયર લેકમે ફેશન વીકમાં વેન્ડેલ રોડ્રિક્સના લેસ વંપ્સ શોની મૉડેલ તરીકે શરુ કર્યુ હતું અને રોડ્રિકના સ્પ્રિંગ સમર કલેક્શન માટે મુખ્ય મૉડેલ તરીકે પસંદગી પામી હતી. તે પછી અનુષ્કાએ સિલ્ક એન્ડ શાઇન, વિસ્પર, નાથેલા જ્વેલરી તથા ફિયાટ પાલિયોના પ્રચારમાં કામ કર્યુ હતું.

બાળપણના આંસુ

બાળપણના આંસુ

પરિવાર સાથે અનુષ્કાની આ તસવીરમાં આપ જોઈ શકો છો કે તે બાળપણમાં કેવી રડતી હતી.

અનુષ્કાની પ્રથમ ફિલ્મ

અનુષ્કાની પ્રથમ ફિલ્મ

અનુષ્કાની પહેલી ફિલ્મ રબ ને બના દી જોડી હતી. આદિત્ય ચોપરાની આ ફિલ્મમાં તેણે શાહરુખની હીરોઇન તરીકે કામ કર્યુ હતું. તેમાં તેના અભિનયના વખાણ થયા હતાં. ફિલ્મ સમીક્ષકોએ પણ ફિલ્મના વખાણ કર્યા અને ફિલ્મ એક બ્લૉકબસ્ટર હિટ સિદ્ધ થઈ.

બદમાશ કંપનીમાં અનુષ્કા

બદમાશ કંપનીમાં અનુષ્કા

અનુષ્કાની બીજી ફિલ્મ બદમાશ કંપની હતી, યશ રાજ ફિલ્મ દ્વારા નિર્મિત આ ફિલ્મ 7મી મે, 2010ના રોઝ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનુષ્કાએ બહેતરન અભિનય કર્યું. યશરાજ સાથે તેની ત્રીજી ફિલ્મ હતી બેન્ડ બાજા બારાત. આ સાથે જ તેનું કૉન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયું. રણવીર સિંહ તેમાં હીરો હતાં.

દિલકશ અનુષ્કા

દિલકશ અનુષ્કા

અનુષ્કા ભલે કોઈ પણ લિબાઝમાં હોય, તે આજે પણ સૌના હૃદયને સ્પર્શી લે છે. અનુષ્કાની આ જ અદાઓ તેના ફેન્સને તેના તરફ ખેંચે છે.

અનુષ્કાના હૉટ અંદાજ

અનુષ્કાના હૉટ અંદાજ

અનુષ્કાના હૉટ અંદાજ જ તેને બીજા કરતાં જુદા પાડે છે. તેના હોઠોમાંથી ટપકતું પ્રેમ રસ અને ગાલોમાં પડતા ખાડા તેના સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X