બિજલી અનુષ્કા ઇચ્છે છે કે તેમને મળે ઍટેંશન
મુંબઈ, 1 જાન્યુઆરી : રબ ને બના દી જોડી ફિલ્મ સાથે પોતાનું કૅરિયર શરૂ કરનાર અનુષ્કા શર્માએ પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. શાહરુખ ખાન સાથે પોતાની પ્રથમ જ ફલ્મ કરી અનુષ્કાએ પોતાનો બૉલીવુડની સફળ અભિનેત્રીઓમાં સમાવેશ કરાવી લીધો હતો. અનુષ્કાનો સ્વભાવ થોડોક શાંત જેવો અને ખૂબ ઓછાબોલો છે, પરંતુ આમ છતાં તેમનું માનવું છે કે એક કલાકાર હોવાના નાતે તેઓ પણ ઇચ્છે છે કે લોકો તેમના વખાણ કરે અને તેમના પ્રત્યે આકર્ષાય.

અનુષ્કા શર્મા હાલ ઇમરાન ખાન સાથે મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મ કરી રહ્યાં છે અને આ ફિલ્મ આગામી 11મી જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. અનુષ્કાએ પોતાના એક ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યું - સૌ કલાકારો હાલ સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષવામાં જોતરાયેલાં છે. હું એક સૈન્ય પરિવાર સાથે સંબંધ ધરાવું છું અને ક્યારેય ગ્લૅમર તરફ આકર્ષાઈ નથી, પરંતુ ફિલ્મ જગતે મને આવી બનાવી દીધી છે કે હવે હું પણ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માંગુ છું. જો લોકો મારી તરફ ધ્યાન ન આપે, તો હું પોતાનું કામ સારી રીતે ન કરી શકું.
અનુષ્કાએ આગળ જણાવ્યું - આપે પોતાની સફળતા એ રીતે યૂઝ કરવી જોઇએ કે આપનું કામ વધુ સારી રીતે થઈ શકે. હું સફળ થવા માંગુ છું કે જેથી પોતાનું કામ પોતાની રીતે કરી શકું. આપે પોતાના સ્ટારડમનો પ્રયોગ કરી લોકોને થિયેટર સુધી લાવવાં જોઇએ. પોતાનું કામ કરવું જોઇએ અને પોતાના કામથી જ કામ રાખવું જોઇએ. માત્ર એક આ જ રસ્તો છે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવાનો. અનુષ્કાએ જણાવ્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં આવતા અગાઉ તેઓ તેને ખૂબ ખરાબ ગણતા હતાં, પરંતુ તેમાં આવ્યાં બાદ તેમને લાગ્યું કે આ ખરાબ નથી.
અનુષ્કા શર્મા હાલ મટરૂ કી બિજલી કા મંડોલા અંગે ખૂબ ઉત્સાહિત છે અને પુરતા પ્રયત્નો કરી રહ્યાં છે કે આ પાત્રથી તેઓ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષી શકશે.












Click it and Unblock the Notifications
