Pics : અનુષ્કા શર્માને છે મૉશ્ચરાઇઝરની ઘેલછા

મુંબઈ, 21 સપ્ટેમ્બર : સુંદર દેખાવું અને સારૂં રહેવું દરેક અભિનેત્રી માટે જરૂરી છે. અનુષ્કા શર્મા કહે છે કે સૌંદર્યની બાબતમાં તેઓ કોઈ બાંધછોડ નથી કરતાં. અનુષ્કાએ પોતાના મૉશ્ચરાઇઝર પ્રેમ અંગે જણાવ્યું કે તેમના ઘરના દરેક ખૂણે, અહીં સુધી કે કારમાં પણ એક મૉશ્ચરાઇઝર જરૂર હોય છે.

નીવિયા રૉક ધ રૅમ્પ સ્પર્ધામાં આવેલા 25 વર્ષીય બૉલીવુડ અભિનેત્રી અનુષ્કાએ જણાવ્યું - હું મૉશ્ચરાઇઝર પ્રત્યે ઘેલી છું. હું મજાક નથી કરતી. મારા ઘરે દરેક ઠેકાણે મૉશ્ચરાઇઝર છે. અનુષ્કા શર્મા આગળ કહે છે - હું મૉશ્ચરાઇઝર વગર રહી નથી શકતી. અહીં સુધી કે મારી કારમાં પણ મૉશ્ચરાઇઝર છે. આ એક એવી વસ્તુ છે કે જે આપના સૌંદર્યને વધારે છે. તે દરેક સ્થળે છે, કારણ કે તે એક ઝનુન છે.

છેલ્લે મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં દેખા દેનાર અનુષ્કા શર્મા આજકાલ અનુરાગ કશ્યપની ફિલ્મ બૉમ્બે વેલવેટમાં વ્યસ્ત છે. તેમાં અભિનેતા રણબીર કપૂર તેમના હીરો છે. અનુષ્કા આ ઉપરાંત આમિર ખાન સાથે રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મમાં પણ નજરે પડનાર છે.

શાહરુખ સાથે શરુઆત

શાહરુખ સાથે શરુઆત

અનુષ્કાએ 2008માં યશ રાજ બૅનરની રબ ને બના દી જોડી દ્વારા ફિલ્મી પડદે પગલુ મૂક્યુ હતું. શાહરુખ ખાન સાથેની આ પ્રથમ ફિલ્મ હિટ રહી હતી.

મૉડેલિંગમાં મોટું નામ

મૉડેલિંગમાં મોટું નામ

ઉત્તરાખંડ બાળા સાથે ફિલ્મી બૅકગ્રાઉન્ડ જોડાયેલો નથી, પણ તેઓ મૉડેલિંગ ક્ષેત્રે આવ્યાં અને આજે જાહેરખબરની દુનિયાનું મોટું નામ છે.

બાળપણથી ફૅશનનો શોખ

બાળપણથી ફૅશનનો શોખ

અનુષ્કાને બાળપણથી જ ફેશન કરવાનો બહુ શોખ હતો. એ જ કારણ છે કે ભલે ભારતીય લિબાઝ હોય કે વેસ્ટર્ન, બાળપણથી જ અનુષ્કા શણગારમાં ક્યારેય પાછી નહોતી રહેતી.

લૅક્મે ફૅશન વીક

લૅક્મે ફૅશન વીક

તેમણે પોતાનું મૉડેલિંગ કરિયર લેકમે ફેશન વીકમાં વેન્ડેલ રોડ્રિક્સના લેસ વંપ્સ શોના મૉડેલ તરીકે શરુ કર્યુ હતું અને રોડ્રિકના સ્પ્રિંગ સમર કલેક્શન માટે મુખ્ય મૉડેલ તરીકે પસંદગી પામી હતી. તે પછી અનુષ્કાએ સિલ્ક એન્ડ શાઇન, વિસ્પર, નાથેલા જ્વેલરી તથા ફિયાટ પાલિયોના પ્રચારમાં કામ કર્યુ હતું.

બદમાશ કંપની

બદમાશ કંપની

અનુષ્કાની બીજી ફિલ્મ બદમાશ કંપની હતી. યશ રાજ ફિલ્મ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનુષ્કાએ બહેતરીન અભિનય કર્યું.

બૅન્ડ બાજા બારાત

બૅન્ડ બાજા બારાત

યશરાજ સાથે તેમની ત્રીજી ફિલ્મ હતી બેન્ડ બાજા બારાત. રણવીર સિંહ તેમાં હીરો હતાં. અનુષ્કા શર્માની છેલ્લી ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા હતી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X