'બોમ્બે વેલવેટ'થી વિરાટ કોહલી કરશે બોલીવુડ ડેબ્યૂ!

[બોલીવુડ] વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને આપણે તસવીરોમાં, ક્રિકેટના મેદાનમાં તો જોયા જ છે. પરંતુ હવે લાગે છે કે ટૂંક સમયમાં જ તેમના ફેન્સ તેમને સિલ્વર સ્ક્રીન પર પણ જોઇ શકશે. હા, સૂત્રોની માનીએ તો બંને અનુરાગ કશ્યપની ફિલ્મ બોમ્બે વેલવેટમાં સાથે જોવા મળશે.

એક મિનિટ આપની ગુંચવળ દૂર કરી દઇએ. ફિલ્મમાં રણવીર કપૂર અને અનુષ્કા શર્મા જ છે. પરંતુ બની શકે છે કે આ ફિલ્મની સાથે વિરાટ પોતાની બોલીવુડ ડેબ્યૂ કરે.

virat kohli
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ અનુષ્કાના કિસિંગ સીન્સની ખૂબ જ ચર્ચા છે. પરંતુ એ વાત હજી સુધી ખુલીને સામે નથી આવી કે ફિલ્મમાં વિરાટ કોહલી અને અનુષ્કાના પણ કેટલાંક સીન્સ છે.

નોંધનીય છે કે રિયલ લાઇફની જેમ ફિલ્મમાં પણ વિરાટ ક્રિકેટરની ભૂમિકામાં દેખાશે. સૂત્રોની માનીએ તો ફિલ્મમાં લીડ રોલ રણવીર કપૂર નિભાવી રહ્યા છે, પરંતુ અનુષ્કાની સાથે કેટલાંક સીન વિરાટના પણ છે.

જો આ અફવાહ સાચી થઇ તો અનુરાગ કશ્યપની ફિલ્મને ખૂબ જ ફાયદો થઇ શકે છે. અનુષ્કા અને વિરાટને મોટા પર્દા પર સાથે જોવા માટે તેમના ફેન્સ ઉત્સાહિત છે. હવે તો ફિલ્મની રાહ છે જે 15 મેના રોજ રિલિઝ થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X