Photos : લગ્ન બાદ અનુષ્કા પહોચી પહેલીવાર સાસરે..
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટલીમાં લગ્ન કર્યા બાદ ફિનલેન્ડમાં હનીમૂન કરવા ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા બાદ અનુષ્કા શર્મા પહેલી વખત તેના સાસરે પહોચી હતી, તેની તસવીરો થઈ વાયરલ. આ અંગે વધુ વાંચો અહીં.
થોડા સમયથી ચર્ચામાં રહેલા કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન અને હનીમૂન બાદ તેઓ ઘરે પાછા આવી ગયા છે. તેમની સપ્રાઇઝ વેડિંગ અને એ બાદની હનીમૂનની તસવીરો સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ પણ થઈ હતી. ફિનલેન્ડમાં પોતાના હનીમૂન બાદ ક્રિકેટર વિરાટ કોહલીના ઘરે એટલે કે અભિનેત્રી અનુષ્કા શર્મા તેના સાસરે પહોચી ગઈ છે. તેની તસવીરો પણ હાલ વાયરલ થઈ રહી છે. અનુષ્કા શર્મા હાલ તો વિરાટ અને તેના પરિવારના લોકો સાથે સમય પસાર કરી રહી છે.

લગ્ન બાદ સાસરે પહોંચી અનુષ્કા
વિરાટ કોહલીનો ગુરૂગ્રામમાં પોતાનો આલીશાન બંગલો છે. જ્યાં તે અને તેનો પરિવાર સાથે રહે છે. અનુષ્કાને શર્માને પહેલી વખત વિરાટના ઘરે અને તેના પરિવારના લોકો સાથે જોવામાં આવી રહી છે. લગ્ન પછી તે પહેલી વાર પોતાના સાસરે ગઈ છે. તેણે ગુલાબી રંગનો ખુબ જ સુંદર સલવાર સૂટ પહેર્યો છે. જેમા તે ખુબ જ સુંદર લાગી રહી છે.

21ના દિલ્હીમાં અને 26ના મુંબઇમાં ઉજવણી
વિરાટ અને અનુષ્કાએ ચૂપકે ચૂપકે ઇટલીમાં લગ્ન તો કરી લીધા છે, પરંતુ ભારતમાં તેની ધમાકેદાર ઉજવણી થવાની છે. 21 ડિસેમ્બરે દિલ્હીમાં અને 26 ડિસેમ્બરે મુંબઈમાં એટલે કે બંન્ને શહેરોમાં તેમના લગ્નનું રિશેપશન રાખવામાં આવ્યું છે. દિલ્હીનું રિશેપશન ખાસ કરીને વિરાટના ક્રિકેટર મિત્રો અને નેતાઓ માટે રાખવામાં આવ્યુ છે તો બીજી તરફ અનુષ્કાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઇમાં રિશેપશન રાખવામાં આવ્યુ છે.

ફિનલેન્ડમાં હનીમૂન
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જ્યારથી એકબીજાને ડેટ કરતા હતા ત્યારથી તેમની ગોસિપ હમેશાં ટોપ પર રહી છે. તેમના લગ્નની ચર્ચા અને એ બાદ વિરાટ અને અનુષ્કાએ પોતાના લગ્નના ફોટોઝ જાતે જ પોતાના સોશ્યલ એકાઉન્ટ પર શેયર કર્યા હતા. એવી જ રીતે તેમના ફિનલેન્ડના ફોટો પણ અનુષ્કાએ પોતાના એકાઉન્ટથી શેયર કર્યા હતા. જે ખુબ વાયરલ થયા હતા.

ઇટલીમાં સપ્રાઇઝ વેડિંગ
વિરાટ અને અનુષ્કાએ પોતાના રિલેશનને મીડિયાથી હંમેશાં દૂર રાખ્યું છે. તેઓ પોતાની કોઈ પણ ગોસિપ અંગે સ્પષ્ટા આપવા કરતા સોશ્યલ મીડિયા પર પોતાના ફોટોઝ મુકીને પોતાના રિલેશન વિશે જણાવી આપતા હતા. તેમણે લગ્ન પણ મીડિયાથી દૂર રહીને ઇટલીમાં ચૂપકે ચૂપકે કર્યા અને તેના ફોટો શેયર કર્યા હતા.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
