એક્ટિંગ સિવાય બિઝનેસથી કરોડો કમાઈ રહી છે બોલિવૂડની આ હસીનાઓ, જાણો કોણ શું બિઝનેસ કરે છે?
સામાન્ય પરિવારમાંથી આવીને ઘણા સ્ટાર આજે બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે. ઘણા સ્ટાર એવા છે જે બોલિવૂડમાં આવ્યા ત્યારે એક એક રૂપિયા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને આજે કરોડોમાં છે.
સામાન્ય પરિવારમાંથી આવીને ઘણા સ્ટાર આજે બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે. ઘણા સ્ટાર એવા છે જે બોલિવૂડમાં આવ્યા ત્યારે એક એક રૂપિયા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને આજે કરોડોમાં છે. આ સ્ટાર એક્ટિંગ સિવાય અન્ય બિઝનેસમાં પણ ડંકો વગાડી રહ્યા છે. આજે આપણે બોલિવૂડની કેટલીક હસીનાઓ વિશે વાત કરવાના છીએ. આ હસીનાઓ એક્ટિંગ સાથે સાથે પોતાના બિઝનેસથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ એક સફળ બિઝનેસ વૂમન છે. દીપિકા પણ કાપડના બિઝનેસ સાથે જોડાયેલી છે અને આ સિવાય તે ફેશન લાઈન ઓલ અબાઉટ યુ પણ લોંચ કરી ચુકી છે.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં સામેલ છે. અનુષ્કા પણ બિઝનેસ વૂમન છે. તેની પાસે પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે અને આ સિવાય તે પોતાની કપડાની બ્રાંડ છે.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ પણ એક કપડાની બ્રાંડ ઓનર છે. Ed-a-Mamma નામની બ્રાંડ 2 થી 14 વર્ષ સુધીના બાળકોના કપડા બનાવે છે.

શિલ્પા શેટ્ટી
ખૂબસુરત અભિનેત્રી શિલ્પા શેટ્ટીના લગ્ન બિઝનેસ મેન સાથે થયા છે અને શિલ્પા પણ ખુદનો બિઝનેસ ચલાવે છે. શિલ્પા શેટ્ટી મુંબઈમાં એક રેસ્ટોરન્ટ ચેઈન Bastain Chainની માલિક છે. તેણે ડિસેમ્બર 2021માં તેની શરૂઆત કરી હતી.

સુષ્મિતા સેન
પોતાની એક્ટિંગથી ઘર ઘર સુધી ઓળખ મેળવનારી સુષ્મિતા સેન એક સફળ બિઝનેસ વુમન છે. તે એક જ્વેલરી બ્રાંડ અને એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસની માલિક છે. આ સિવાય તેની ખુદની હોટલ અને રેસ્ટોરન્ટ પણ છે.

કેટરિના કૈફ
કેટરિના કૈફ એક બ્યુટી પ્રોડક્ટ બ્રાન્ડ કંપનીની માલિક છે. આ બ્રાંડ 2019 માં લોન્ચ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
