Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૌત્રી આરાધ્યાને બીએમડબ્લ્યૂ ગિફ્ટ આપતાં બિગ બી

મુંબઈ, 16 નવેમ્બર : આજે બચ્ચન પરિવારના સૌથી ખાસ, પણ સૌથી નાના સભ્યનો જન્મ દિવસ છે. હા જી. આજે બિગ બી અમિતાભ બચ્ચનના પૌત્રી આરાધ્યાનો બર્થ ડે છે. આજે આરાધ્યા પૂરા એક વરસની થઈ ગઈ છે. બચ્ચન પરિવાર પોતાની આ ખુશી ખૂબ જ ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજજવા માંગે છે, પરંતુ ખાનગી રીતે. આરાધ્યાના માતા ઐશ્વર્યા રાય પહેલાં જ કહી ચુક્યાં છે કે તેઓ આરાધ્યાનો જન્મ દિવસ માત્ર પોતાનાઓ સાથે ઉજવશે. હવે તેની પાછળ કારણ જે કઈં હોય, પરંતુ એટલું તો નક્કી છે કે આજે બચ્ચન પરિવાર ખૂબ જશ્ન મનાવવાનો છે.

Amitabh-Aish-Aradhya

તેનું પ્રમાણ છે દાદૂ અમિતાભે આજે પોતાના પૌત્રીને બર્થ ડે પ્રસંગે 24 લાખની બીએમડબ્લ્યૂ કાર ગિફ્ટ કરી છે. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ દાદા અમિતાભે પોતાના પૌત્રી આરાધ્યાના નાનકડા હાથોમાં આ કારની ચાવી સોંપી ખૂબ જ વ્હાલપૂર્વક હૅપ્પી બર્થ ડે કહ્યું. પોતાના પૌત્રી પ્રત્યે અમિતાભનો સ્નેહ જગજાહેર છે. હજુ થોડાંક દિવસ અગાઉ જ અમિતાભે ટ્વિટર પર ખ્યુ હતું કે આજે મારું જીવન સફળ થઈ ગયું, કારણ કે આજે આરાધ્યાએ મને દાદા કહી બોલાવ્યાં છે.

અમિતાભની આંખો સામાન્ય રીતે તેવા સમયે ચમકી જાય છે કે જ્યારે તેઓ આરાધ્યા અંગે વાત કરે છે. બીજી બાજું આરાધ્યાનો જન્મ દિવસ ભલે આજે હોય, પરંતુ જન્મ દિવસની ઉજવણી તો ક્યારનીય શરૂ થઈ ગઈ છે. તેનું પ્રમાણ છે કે ગત 14મી નવેમ્બરના રોજ આરાધ્યાના માતા-પિતા એટલે કે ઐશ્વર્રયા અને અભિષેક બચ્ચને આરાધ્યાના નામે અનાથ અને ગરીબ બાળકોને ભોજન કરાવ્યુ હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X