Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મલાઈકા સાથેના સંબંધ પર અરબાઝઃ અલગ હોવા છતા પુત્રએ જોડી રાખ્યા છે અમને

મલાઈકા અરોરા સાથે 19 વર્ષનું લગ્નજીવન તોડીને છૂટાછેડા લઈ ચૂકેલ અરબાઝ ખાને ડેક્કન ક્રોનિકલને આપેલા ઈન્ટરવ્યુમાં મલાઈકા સાથે તેમના અત્યારના સંબંધ પર વાત કરી.

અભિનેત્રી મલાઈકા અરોરા સાથે 19 વર્ષનું લગ્નજીવન તોડીને છૂટાછેડા લઈ ચૂકેલ અરબાઝ ખાને ડેક્કન ક્રોનિકલને આપેલા ઈન્ટરવ્યુમાં મલાઈકા સાથે તેમના અત્યારના સંબંધ પર વાત કરી. તેમણે કહ્યુ કે તેમને 16 વર્ષનો પુત્ર અરહાન જ છે જે એ બંનેને અલગ થયા બાદ પણ જોડી રાખે છે. તેમણે જણાવ્યુ કે મલાઈકાના પરિવાર સાથે પણ તેમના સારા સંબંધ છે. ઉલ્લેખનીય છે કે અરબાઝ અને મલાઈકા આજે છૂટાછેડા બાદ પણ ક્યારેક મળે છે તો તેનુ કારણ બંનેનો પુત્ર અરહાન છે.

એક છત નીચે ભલે નહિ પરંતુ અલગ અલગ તો...

એક છત નીચે ભલે નહિ પરંતુ અલગ અલગ તો...

અરબાઝે કહ્યુ કે, ‘મારા મલાઈકાના પરિવાર સાથે સારા સંબંધ છે. અમે નક્કી કર્યુ કે જો આપણે એક છત નીચે ન રહી શકીએ તો અલગ અલગ શાંતિથી તો રહી શકીએ છીએ.' અમારો પુત્ર અમને એકબીજાથી જોડી રાખે છે અને તેના મોટા થવા સાથે બધી વસ્તુઓ ઠીક થતી જશે. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન ઈટલીની મૉડેલ જોર્જિયા એંડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે જ્યારે મલાઈકા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.

‘અમે એકબીજાનુ માન જાળવીએ છીએ'

‘અમે એકબીજાનુ માન જાળવીએ છીએ'

અરબાઝે આગળ કહ્યુ કે અમે બંને પીઢ છીએ અને એકબીજાનુ માન જાળવવાનુ મહત્વ સમજીએ છીએ. અમે વર્ષો સુધી સાથે રહ્યા છે અને અમે ઘણી યાદો શેર કરી છે. સૌથી મોટી વાત કે અમારે એક દીકરો છે. એટલા માટે એકબીજા અને એકબીજાના પરિવાર માટે સમ્માન છે. અમુક વસ્તુઓ અમારી વચ્ચે ઠીક ના રહી તો અમે અલગ થવાનો નિર્ણય લીધો. જો કે આનો એ અર્થ બિલકુલ નથી કે અમે એકબીજાને નફરત કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે મલાઈકા અને અર્જૂન કપૂરનો સંબંધ આજે પણ જગજાહેર છે અને બંનેને ઘણીવાર એક સાથે સ્પૉટ કરવામાં આવે છે.

અર્જૂન-મલાઈકાના સંબંધ પર શું બોલ્યા અરહાન

અર્જૂન-મલાઈકાના સંબંધ પર શું બોલ્યા અરહાન

અર્જૂન સાથે અમેરિકામાં છુટ્ટી મનાવીને પાછી આવેલી મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં આ સંબંધનો સ્વીકાર કર્યો હતો. સાથે એ પણ જણાવ્યુ કે પુત્ર અરહાનને પણ તે આ વિશે જણાવી ચૂકી છે. મલાઈકાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેમના પુત્રનું આ સંબંધ પર શું રિએક્શન હતુ તો તેમણે કહ્યુ કે તે આને સહજતાથી લઈ રહ્યો છે. મલાઈકાએ કહ્યુ કે કોઈ પણ સંબંધમાં ઈમાનદારી હોવી જોઈએ. તમારા જીવનમાં શું બદલાવ થઈ રહ્યા છે તે તમારા નજીકના પરિવારજનોને જરૂર કહેવા જોઈએ. તેમને વસ્તુ સમજવા માટે સમય પણ આપવો જોઈએ. મારી જ્યારે અર્જૂન વિશે અરહાન સાથે વાત થઈ તો તેને કોઈ વાંધો નહોતો જ્યારે કે એ તો આ સંબંધથી ખુશ છે.

19 વર્ષ બાદ આ રીતે અલગ થયા મલાઈકા અને અરબાઝ

19 વર્ષ બાદ આ રીતે અલગ થયા મલાઈકા અને અરબાઝ

અરબાઝ સાથે છૂટાછેડા વિશે મલાઈકાએ કરીના કપૂરના એક શોમાં કહ્યુ કે, ‘અમે દરેક વસ્તુ વિશે બહુ વિચાર્યુ, તેના ફાયદા અને નુકશાન વિશે વિચાર્યુ અને પછી નિર્ણય લીધો. અમે નિર્ણય કર્યો કે અમે બંને અમારા રસ્તા અલગ કરી દઈએ તો વધુ સારુ રહેશે. કારણકે અમે બંને અલગ છીએ અને સ્થિતિઓ અમને એકબીજા સાથે નાખુશ કરી રહી હતી કે જે અમારી આસપાસના લોકોના જીવન પર પ્રભાવ પાડી રહી હતી.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X