Video: અરબાઝ ખાને જાહેરમાં પત્ની શૂરા ખાન પર લૂંટાવ્યો પ્રેમ, ફેન્સ બોલ્યા - પૈસા હોય તો...
Arbaaz Khan Wife Shura Khan: બૉલિવૂડ એક્ટર અને ડિરેક્ટર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરાથી છૂટાછેડા બાદ તેણે ગયા વર્ષે શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. કપલ ઘણીવાર પાપારાઝીનું ધ્યાન આકર્ષિત કરે છે.
ગઈકાલે રાત્રે અરબાઝ ખાન અને શુરા ખાને પવિત્ર રમઝાન મહિનામાં ઈફ્તાર પાર્ટી કરી હતી. આ દરમિયાન બંને પકવાનની મજા લેતા જોવા મળ્યા હતા. લેડી લવે તેના પતિ પર ઘણો પ્રેમ વરસાવ્યો. આ બધાની વચ્ચે અરબાઝ ખાને શૂરા ખાનનું એઠુ ફૂડ ખાધું. કપલનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઈફ્તાર પાર્ટી દરમિયાન અરબાઝ અને શુરા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શૂરા અરબાઝનું મોં પ્રેમથી સાફ કરતી જોવા મળી રહી છે. આ પછી, અરબાઝ ખાન પ્રેમથી તેની પત્નીને ખવડાવે છે અને પછી તે પોતે જ ખાય છે. આ કપલનો આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંનેની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. જો કે કેટલાક લોકોએ કપલને ખરાબ રીતે ટ્રોલ પણ કર્યું હતું.
આ વીડિયો પર ચાહકો સતત અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, દીકરી તેના પિતાનું કેટલું ધ્યાન રાખે છે. એકે લખ્યું, પૈસા માટે કોઈપણ કંઈ પણ કરી શકે છે. જ્યારે એકે લખ્યું, 'મલાઈકા અને શૂરા વચ્ચે આ જ ફરક છે.' એકે લખ્યું, 'ભાઈ, મલાઈકામાં શું ખૂટતું હતું.' કેટલાક ચાહકોએ શૂરાના ખૂબ વખાણ પણ કર્યા.
તમને જણાવી દઈએ કે અરબાઝ ખાને વર્ષ 2017માં મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા હતા. જે બાદ તે જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો હતો. તેમનો સંબંધ 4 વર્ષ સુધી ચાલ્યો. આ પછી શૂરા ખાન તેના જીવનમાં આવી. જે વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે. લગ્ન પહેલા બંનેએ પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. અરબાઝે અચાનક તેની સાથે લગ્ન કરીને ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું.












Click it and Unblock the Notifications
