તો કેટરીના આ અભિનેતા સાથે કરવા જઈ રહી છે લગ્ન? સલમાનના ફેશન ડિઝાઈનરનો દાવો

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલના અફેરની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. તેમના અફેરના સમાચાર છેલ્લા કેટલાક મહિનાઓથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલના અફેરની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. તેમના અફેરના સમાચાર છેલ્લા કેટલાક મહિનાઓથી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. કેટરીના અને વિકી કૌશલ બંને મુંબઈમાં ઘણી વખત સાથે જોવા મળ્યાં છે. જો કે, અત્યાર સુધી કેટરિના અને વિકી કૌશલે આ વિશે કંઇ કહ્યું નથી પરંતુ બંને ઘણીવાર એક બીજાના ઘરની બહાર પણ જોવા મળે છે. કેટરીના કૈફ 38 વર્ષની છે. તેના ચાહકો સોશિયલ મીડિયા પર કેટના લગ્ન અંગે પ્રશ્નો પૂછે છે. હવે સોશિયલ મીડિયા પર એક અફવા ફેલાઈ રહી છે કે કેટરિના અને વિકી કૌશલ ટૂંક સમયમાં લગ્ન બંધનમાં બંધાશે. સલમાન ખાનના એક નજીકના સાથીએ તેની પોસ્ટમાં આ તરફ ધ્યાન દોર્યું છે.

સલમાનના ફેશન ડિઝાઇનરે લગ્નની વાત છેડી

સલમાનના ફેશન ડિઝાઇનરે લગ્નની વાત છેડી

અભિનેતા સલમાન ખાનના નજીકના મિત્ર અને ફેશન ડિઝાઇનર એશલે રેબેલોએ કેટરિનાને જન્મદિવસની શુભકામના આપવા માટે વ્હાઇટ બ્રાઇડલ ગાઉનમાં અભિનેત્રીની એક તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતા એશલે રેબેલોએ લખ્યું, હેપી બર્થડે કેટરિના કૈફ. આશા છે કે ટૂંક સમયમાં તેને સાકાર થતાં જોશું. હવે લોકો સોશ્યલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા છે કે નજીકના ભવિષ્યમાં કેટરીના કૈફ લગ્ન કરવા જઈ રહી છે. જો કે તેને કોઈનું નામ લખ્યું નથી.

વિકીએ કહ્યું હતું કે - હું મીડિયામાં અંગત જીવન વિશે વાત કરતો નથી

વિકીએ કહ્યું હતું કે - હું મીડિયામાં અંગત જીવન વિશે વાત કરતો નથી

સોશ્યલ મીડિયા પર કેટરિનાના ચાહકો જલ્દીથી તેના લગ્ન જોવા માગે છે. જો કે કેટરિના કૈફ હંમેશાં તેના અંગત જીવન અને ડેટિંગના સમાચારો પર મૌન રહી છે. એક મુલાકાતમાં વિકી કૌશલે કહ્યું હતું કે, હું મીડિયામાં મારા અંગત જીવનની ચર્ચા કરતો. મારું અંગત જીવન એક એવી બાબત છે કે જેની હું મીડિયામાં ચર્ચા કરવા માંગતો નથી અથવા મને તેના પર ઇન્ટરવ્યૂ આપવામાં રસ નથી.

વિકી-કેટરિનાની કેમિસ્ટ્રીએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા

વિકી-કેટરિનાની કેમિસ્ટ્રીએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ અનુપમા ચોપરાના એક શોમાં સાથે આવ્યા હતા ત્યારથી ચાહકો બન્નેની કેમેસ્ટ્રી જોઈને ચકિત છે. બંનેની કેમિસ્ટ્રી જોઈને લાગે છે કે બંને એક બીજાને ખૂબ સારી રીતે જાણે છે. કેટરીના અને વિકી કૌશલની કેમિસ્ટ્રી કેટલાક એવોર્ડ શોમાં પણ જોવા મળી છે.

આ અભિનેતાએ કહ્યું હતું - વિકી અને કેટરિના સાથે છે

આ અભિનેતાએ કહ્યું હતું - વિકી અને કેટરિના સાથે છે

થોડા અઠવાડિયા પહેલા અભિનેતા હર્ષવર્ધન કપૂરે તેના ઝૂમ ઇન્ટરવ્યુમાં વિકી કૌશલ અને કેટરિના કૈફના સંબંધની પુષ્ટિ કરી હતી. અભિનેતા હર્ષવર્ધન કપૂરે કહ્યું હતું કે, "વિકી અને કેટરિના એક સાથે છે. તે સાચું છે. આ કહ્યા પછી હું મુશ્કેલીમાં મુકાઈશ કે નહિ તેની મને ખબર નથી પરંતુ તે વાત સાચી છે કે બંને સાથે છે." વર્ક ફ્રન્ટ પર, કેટરિના કૈફ સુર્યવંશી, ફોન બૂથ અને સાઉથ સ્ટાર વિજય દેવેરકોન્ડા સાથે એક પ્રોજેક્ટમાં જોવા મળશે. સલમાન ખાન સાથે ટાઇગર-3 પણ મુખ્ય ભૂમિકામાં છે.

કેટરિના અને રણબીર કપૂર 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા

કેટરિના અને રણબીર કપૂર 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા

કેટરિના કૈફ અગાઉ રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં હતી. રણબીર અને કેટરિનાએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કરી હતી. બંને 6 વર્ષ પછી છુટ્ટા પડ્યા. આ પછી કેટરિના લાંબા સમય સુધી સિંગલ રહી. લાગે છે કે કેટરિના હવે કોઈ પણ રિલેશનમાં ઉતાવળ કરવા નથી માંગતી. 2019 માં, વિકી કૌશલ અને હરલીન સેઠીનું બ્રેકઅપ થયુ ત્યારબાદ વિકી અને હરલિનના બ્રેકઅપની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ. હાલમાં રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. બંને લિવ-ઇન-રિલેશનશિપમાં સાથે રહી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X