મલાઈકા અરોરાની પ્રેગ્નેન્સીની અફવા પર અર્જૂન કપૂરને આવ્યો ગુસ્સો, કહ્યુ - પુરાવા વિના કંઈ પણ ના લખો
Malaika Arora Pregnancy Rumours: બૉલિવુડના સૌથી ફેમસ કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હંમેશા હેડલાઈન્સમાં છવાયેલા રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેના બૉયફ્રેન્ડનો ન્યૂડ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી હતી.
મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના સમાચાર પણ ઘણા છવાયેલા રહ્યા હતા. જેના પર હવે અર્જુન કપૂરે પોતાનો ગુસ્સો વ્યકત કર્યો છે અને પોતાની પ્રતિક્રિયા જણાવી છે.

ગયા વર્ષે નવેમ્બર 2022માં કેટલાક ન્યૂઝ પોર્ટલે દાવો કર્યો હતો કે મલાઈકા અરોરા ટૂંક સમયમાં અર્જુન કપૂરના બાળકની માતા બનશે. તે સમયે પ્રેગ્નન્સીના સમાચારને ખોટા ગણાવ્યા હતા અને મીડિયાની આકરી ટીકા કરવામાં આવી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેતા અર્જુન કપૂરે આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ઈ-ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે જણાવ્યું કે પ્રેગ્નન્સીના આ ખોટા સમાચારોએ ખરેખર તેમના પર કેવી અસર કરી છે. અભિનેતાએ કહ્યુ કે નકારાત્મક સમાચાર ફેલાવવા સરળ છે કારણ કે આવા સમાચારોથી લોકોનું ધ્યાન હટાવવાનું ખૂબ જ સરળ છે. અમે કલાકારો છીએ અને અમારુ અંગત જીવન હંમેશા ખાનગી નથી રહી શકતુ. અમારે હંમેશા આવી બાબતોમાંથી પસાર થવું પડે છે.
અર્જુન કપૂરે આગળ કહ્યું, 'કંઈ પણ લખતા પહેલા પત્રકારોએ ફરી એકવાર સેલેબ્સ સાથે વાત કરવી જોઈએ. કમસે કમ એકવાર તેને તપાસો અને વિચારો કે તમે કોઈ વ્યક્તિ વિશે શું લખી રહ્યા છો. કેટલીકવાર વસ્તુઓને ધારવા કરતાં વધુ તપાસવી જરૂરી છે. તમારે ક્યાંય પણ એવું ન લખવું જોઈએ જેનાથી કોઈના જીવનને અસર થાય.'
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરવામાં પાછળ પડતા નથી. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. ગયા વર્ષે તેમના લગ્નની અફવાઓ ઉડી હતી. જોકે બંનેએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.












Click it and Unblock the Notifications
