For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્જુન કપૂરે પ્રેમ કર્યો પરિણીતીને અને ગમે છે પ્રિયંકા !

|
Google Oneindia Gujarati News
Arjun Kapoor

મુંબઈ, 8 જાન્યુઆરી : ઇશકઝાદે ફેમ અર્જુન કપૂરે તાજેતરમાં જ ઝી સિને ઍવૉર્ડ દરમિયાન એક નવો ખુલાસો કર્યો છે કે જે સાંભળી આપ પણ થોડાંક ચોંકી ઉઠશો. હકીકતમાં અર્જુને જણાવ્યું કે બર્ફીમાં પ્રિયંકા ચોપરાની એક્ટિંગ જોઈ તેઓ પૂર્ણત્વે ફ્લૅટ થઈ ગયાં અને પ્રિયંકા જ તેમના મનગમતા અભિનેત્રી બની ગયાં છે. તેમણે તો પોતાના તરફથી પ્રિયંકાને આ વર્ષના બેસ્ટ અભિનેત્રીનો ઍવૉર્ડ પણ આપી દીધો અને જણાવ્યું કે વર્ષ 2012ના બેસ્ટ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જ છે.

અર્જુન કપૂરે પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત પરિણીતી ચોપરા સાથે ફિલ્મ ઇશકઝાદે દ્વારા કરી હતી. પરિણીતી પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન છે. ફિલ્મ બૉક્સ ઑફિસે સુપરહિટ રહી અને સાથે જ અર્જુન અને પરિણીતીની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયાં. પ્રિયંકા ચોપરાએ પણ પોતાની બહેનની ખૂબ પ્રશંસા કરી, પરંતુ હવે પ્રિયંકાના વખાણ કરીને અર્જુને તો સૌની સામે કહી નાંખ્યું કે ઍવૉર્ડ કોઈને પણ મળે, પરંતુ તેમના માટે તો પ્રિયંકા જ આ વર્ષના બેસ્ટ એક્ટ્રેસ છે.

ખેર અર્જુન આપે પોતાના કૅરિયરની શરુઆત તો પ્રિયંકાના બહેન પરિણીતી સાથે કરી, પરંતુ વખાણ આપ પ્રિયંકાના કરી રહ્યાં છો. હવે ક્યાંક પરિણીતી માઠું ન લગાડી બેસે. આપે કમ સે કમ પરિણીતીના વખાણમાં તો કંઇક કહેવું જોઇતુ હતું. મીડિયા સાથે વાતચીત કરતાં અર્જુને એમ પણ જણાવ્યું કે આ વર્ષનું તેમનું ફેવરિટ ગીત અગ્નિપથન ફિલ્મનું દેવા શ્રીગણેશા... છે. તેઓ રોજ એક્સરસાઇઝ કરતાં આ ગીત સાંભળે છે. અર્જુન કપૂરની આગામી ફિલ્મ છે ગુન્ડે.

English summary
Arjun Kapoor says that Priyanka Chopra is the best actress of the year 2012. He said that After seeing her acting in Barfi he became an fan of Priyanka Chopra and now Priyanka is his favorite actress in Bollywood. Arjun Kapoor started his career with Ishaqzaad movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X