બૉની-મહેશના પુત્ર-પુત્રી ફિલ્મી પડદે ખેલશે પ્રણયફાગ

મુંબઈ, 4 ઑક્ટોબર : આપ વિચારતાં હશો કે આ અમે શું કહી રહ્યાં છીએ, પણ આ જ હકીકત છે મિત્રો. હવે બૉની કપૂરનો પુત્ર અર્જુન કપૂર અને મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ પડદા ઉપર પ્રણયફાગ ખેલતા દેખાશે.

Arjun-Alia

સમાચાર છે કે અર્જુન અને આલિયા બંનેએ સાથે એક ફિલ્મ સાઇન કરી છે કે જે ચેતન ભગતની જાણીતી નવલકથા ટુ સ્ટેટ્સ પર આધારિત છે. ફિલ્મ બે એવી વ્યક્તિયોની પ્રેમ કહાણી છે કે જેઓ જુદા-જુદા પરિવેશમાં ઉછરેલાં છે. એક સાઉથની છોકરી છે, તો બીજો પંજાબનો છોકરો. કહે છે કે આ વાર્તા ચેતન ભગતની રીયલ લવ સ્ટોરી છે.

આ ફિલ્મ બનાવશે અભિષેક બર્મન કે જે આલિયાની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના સહાયક દિગ્દર્શક છે. આલિયાએ આ ફિલ્મ એટલા માટે સાઇન કરી છે કારણ કે કરણ જૌહર સાથે કરેલ તેનો કરાર ખતમ થઈ ગયો છે. કરણે આલિયાને તેમની ફિલ્મ પૂર્ણ થવા સુી કોઈ બીજી ફિલ્મ સાઇન ન કરવાનો કરાર કર્યો હતો.

તો બીજી બાજુ બૉની કપૂરના પ્રથમ લગ્નથી થયેલ પુત્ર અર્જન કપૂરને લોકો ઇશકઝાદેમાં જોઈ ચુક્યાં છે. લોકોએ અર્જનને પસંદ કર્યો છે. એવામાં આશા સેવી શકાય કે આલિયા-અર્જુનની પડદા ઉપર થનાર ગુટરગું લોકોને પસંદ પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X