રીમેક ફિલ્મોનું સમર્થન કરતાં અર્જુન કપૂર
મુંબઈ, 11 મે : બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર કહે છે કે તેમના પિતા નિર્માતા બોની કપૂરે અનેક ફિલ્મોની રીમેક બનાવી રુપિયા કમાવ્યાં છે. તેમને પણ પોતાના પિતાની રીમેક ફિલ્મોમાં કરવું ગમશે. બોની કપૂર બૉલીવુડના જાણીતાં ફિલ્મ નિર્માતા છે, પણ અર્જુને પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત યશ રાજ ફિલ્મ્સની ઇશકઝાદે દ્વારા કરી અને તેમની આગામી ફિલ્મ ઔરંગઝેબના નિર્માતા પણ વાયએરએફ જ છે.

બોની કપૂર તથા તેમના પ્રથમ પત્ની મોના સુરીના 27 વર્ષીય પુત્ર અર્જુને જણાવ્યું - હું મારા પિતાની શક્તિ તેમજ તેમની મૂડી બનવા માંુ છું. હું તેમની નબળાઈ કે મજબૂરી બનવા નથી માંગતો કે તેમને મારા માટે ફિલ્મો બનાવવી પડે. મારી ઇચ્છા છે કે મારા પિતા તેમની પસંદની ફિલ્મો બનાવે અને હું તેમાં કામ કરું. તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોની હિન્દી રીમેક બનાવનાર પ્રસિદ્ધ નિર્માતા છે.
અર્જુન કપૂર પોતાના પિતાની આવનાર રીમેક ફિલ્મમાં કામ કરશે. બોની કપૂર તેલુગુ ભાષાની સફળતમ ફિલ્મ પોકિરીની હિન્દી રીમેક વૉન્ટેડ બનાવી ચુક્યાં છે કે જેમાં સલમાન ખાન લીડ રોલમાં હતાં.
રીમેક ફિલ્મોની સંસ્કૃતિ અંગે અર્જુન કપૂર કહે છે - મારા પિતાએ રીમેક ફિલ્મો બનાવી અઢળક રુપિયા કમાવ્યાં છે. જ્યારે આપની પાસે ફિલ્મ બનાવવા માટે કોઈ મૂળ કહાની ન હોય, તો હું ફિલ્મોની રીમેક બનાવવામાં ખોટું નથી જોતો. જો આપને લાગે છે કે કોઈ ફિલ્મની વાર્તાને વધુ મોટા પરિપ્રેક્ષ્યમાં પુનઃ બનાવી શકાય છે, તો આપે તેમાં પોતાના વિચાર અને અભિગમ જોડી રીમેક બનાવવી જ જોઇએ.
ફિલ્મી પૃષ્ઠભૂમિ હોવા છતાં અર્જુન કપૂરે ફિલ્મ જગતામાં પોતાની મહેનત તેમજ પ્રતિભાના બળે કામ હાસલ કર્યું. તેમના દાદા સુરિન્દર કપૂર ફિલ્મ નિર્માતા હતાં. કાકા અનિલ કપૂર, સંજય કપૂર, ઓરમાન માતા શ્રીદેવી પણ બૉલીવુડના જાણીતાં નામો છે. અર્જુને જણાવ્યું - આ મારી પોતાની યાત્રા છે. મને લાગે છે કે તે બહુ ખોટું છે કે કોઈ મારા જીવનને માત્ર એટલા માટે સરળ સમજી લે, કારણ કે હું એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવુ છું. દરેકના જીવનમાં પડકારો હોય છે અને મારા જીવનમાં પણ છે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત





Click it and Unblock the Notifications
