અર્જૂન રામપાલ 50ની ઉંમરે ચોથી વાર બન્યો પિતા, ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ આપ્યો બીજા દીકરાને જન્મ
Arjun Rampal Baby Boy: બૉલિવુડ એક્ટર અર્જૂન રામપાલ માત્ર પોતાની જોરદાર એક્ટિંગ માટે જ પ્રખ્યાત નથી પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ એક્ટર્સમાંથી એક છે. અર્જૂન રામપાલના ડેશિંગ લુક અને ફિટનેસને લઈને છોકરીઓ ક્રેઝી છે. અર્જુન રામપાલની ફિટનેસ જોઈને કોઈ કહી શકે નહીં કે તે 50 વર્ષનો છે. તેની ફેન ફોલોઈંગ અદભૂત છે.
અર્જન રામપાલ ભલે હવે ફિલ્મોમાં ઓછો જોવા મળે પરંતુ લોકોમાં તેનો ચાર્મ બરકરાર છે. આ સમયે અર્જુન રામપાલને લઈને એક ખૂબ જ ખુશ ખબર સામે આવી રહી છે.

તમને જણાવી દઈએ કે અર્જૂન રામપાલ અને ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડે 20 જુલાઈના રોજ તેમના બીજા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સે એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. 50 વર્ષની ઉંમરે અર્જુન રામપાલ ચોથી વખત પિતા બન્યો છે. અર્જૂને પોતે પોતાના ફેન્સને પરિવારમાં નવા સભ્યના પ્રવેશની જાણકારી આપી છે.
ચોથી વખત પિતા બનવાનો આનંદ વ્યક્ત કરતા અર્જુન રામપાલે ટ્વિટર પર લખ્યું- મને અને મારા પરિવારને આજે એક સુંદર બાળકનો આશીર્વાદ મળ્યો છે. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ વચ્ચેના સંબંધોની શરૂઆત વર્ષ 2018માં મિત્રતાથી થઈ હતી. થોડા મહિના પછી તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. અને વર્ષ 2019 માં, દંપતીએ તેમના પુત્ર એરિક રામપાલનું સ્વાગત કર્યું.
મળતી માહિતી મુજબ અર્જૂન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ હજુ સુધી લગ્ન કર્યા નથી. બીજી તરફ, અર્જુન રામપાલે તેની પહેલી પત્ની મેહર જેસિયાને વર્ષ 2019માં છૂટાછેડા આપી દીધા હતા. બંનેને બે દીકરીઓ છે - માહિકા રામપાલ અને માયરા રામપાલ.
તમને જણાવી દઈએ કે અર્જુન રામપાલ છેલ્લે કંગના રનૌત સાથે ફિલ્મ 'ધાકડ'માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. અર્જુન રામપાલ ટૂંક સમયમાં અબ્બાસ મસ્તાનની આગામી ફિલ્મ 'પેન્ટહાઉસ'માં બોબી દેઓલ સાથે જોવા મળશે. આ સિવાય તે સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ 'ક્રેક'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વિદ્યુત જામવાલ અને જેકલીન ફર્નાન્ડીઝ જોવા મળશે.












Click it and Unblock the Notifications
