બહાર આવતા જ તનીષાએ ફેરવી તોળ્યું, અરમાન માત્ર સારા મિત્ર!
મુંબઈ, 30 ડિસેમ્બર : બિગ બૉસ 7 ખતમ થઈ ગયો છે. ગૌહર ખાન શોના વિજેતા રહ્યાં. ગૌહર સાથે તનીષા મુખર્જી શોના ફિનાલે સુધી જળવાઈ રહ્યાં. બિગ બૉસના ઘરે તનીષા મુખર્જી અને અરમાન કોહલી અંગે ચર્ચાઓનું બજાર ગરમ રહ્યું. તેમના કિસિંગ સીન્સ અને નિકટતાઓ લોકોએ સ્ક્રીન ઉપર જોઈ. લાગ્યું કે બંને વચ્ચે પ્રેમ છે, પણ ઘરમાંથી બહાર આવતા જ બૉલીવુડ અભિનેત્રી તનીષા મુખર્જીએ અરમાન સાથે લવ અફૅરના સમાચારોનો ઇનકાર કર્યો છે.

બિગ બૉસ 7ના ગ્રાન્ડ ફિનાલે બાદ મીડિયા સાથે વાતચીતમાં તનીષાએ જણાવ્યું કે અરમાન મારા મિત્ર છે. તેમણે આ અંગે વધુ વાત કરવાનો ઇનકાર કર્યો. તેમણે જણાવ્યું કે અરમાન બિગ બૉસના ઘરમાં મારો સહારો રહ્યાં છે. બીજી બાજુ ગૌહર ખાન કહે છે કે ઘરમાં હું હતી અને હું કહી શકું કે અરમાન અને તનીષા એક-બીજાને પ્રેમ કરે છે અને એક-બીજાને મહત્વ તેમજ સન્માન આપે છે.












Click it and Unblock the Notifications
