ફરીથી મામા બન્યા સલમાન ખાન, અર્પિતાએ આપ્યો દીકરીને જન્મ, નામ રાખ્યુ ‘આયત'
બોલિવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન આજે 54મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આજના દિવસે સલમાન બીજી વાર મામા બની ગયા છે.
બોલિવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન આજે 54મો જન્મદિવસ મનાવી રહ્યા છે. દરેક સામાન્યથી માંડી ખાસ લોકોએ સલમાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, જે તેમના અંગત છે, તે એમના માટે ગિફ્ટ પણ લઈને આવ્યા છે પરંતુ સૌતી અનમોલ અને ખાસ ગિફ્ટ તેમની ફેવરિટ બહેન અર્પિતાએ તેમને આજે આપી છે. વાસ્તવમાં આજના દિવસે સલમાન બીજી વાર મામા બની ગયા છે માટે આજે તેમની ફેમિલીમાં ડબલ સેલિબ્રેશન છે.
ફરીથી મામા બન્યા સલમાન ખાન
તમને જણાવી દઈએ કે સલમાન ખાનની બહેન અર્પિતાએ દીકરીને જન્મ આપ્યો છે. અર્પિતા મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં એડમિટ છે, ડિલીવરી સમયે તેમની સાથે ખાન પરિવારના બધા સભ્યો હાજર હતા. રિપોર્ટ અનુસાર અર્પિતાએ બાળકને સી-સેક્શન દ્વારા જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે અર્પિતા પહેલેથી જ એક દીકરાની મા છે, જેનુ નામ આહિલ શર્મા છે.
|
અર્પિતાના પતિ આયુષ શર્માએ સંભળાવી ખુશખબરી
અર્પિતાના પતિ આયુષ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીના જન્મની પુષ્ટિ કરીને લખ્યુ, ‘અમારી દીકરી આયત શર્મા આવી ગઈ છે. તમારા બધાની દુઆઓ માટે આભાર.' ઉલ્લેખનીય છે કે અર્પિતા અને આયુષ શર્માના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. 18 નવેમ્બર, 2014ના રોજ તે હૈદરાબાદની હોટલ ફલકનુમા પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. માર્ચ 2016માં તેમના પુત્ર આહિલનો જન્મ થયો. ઉલ્લેખનીય છે કે આયુષ હિમાચલ પ્રદેશ બેઝ્ડ પોલિટિશયન અનિલ શર્માના પુત્ર અને સુખરામ શર્માના પૌત્ર છે. આયુષે સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ લવયાત્રીથી બોલિવુડ ડેબ્યુ કર્યુ હતુ.

સલમાનને મળી બર્થડે પર અનમોલ ગિફ્ટ
થોડા સમય પહેલા જ એક બર્થડે દરમિયાન સલમાને પોતાના બર્થડે પ્લાન વિષે વાત કરતા કહ્યુ હતુ, મારા બર્થડે માટે કોઈ પ્લાન નથી. મારી બહેન અર્પિતા પ્રેગ્નેન્ટ છે, તો હું મારો બધો ટાઈમ તેની સાથે સ્પેન્ડ કરીશ અને આજે તેમને બર્થડે પર અનમોલ ગિફ્ટ મળી ગઈ.












Click it and Unblock the Notifications
