મુંબઈ, 14 નેવમ્બર : સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના લગ્ન છે, પરંતુ લાગે છે કે આખા દેશમાં જશ્નનો માહોલ છે. મીડિયા ઘેલુ થયુ જાય છે અને બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી તેની હાલત છે. અર્પિતા-આયુષની કંકોત્રી પણ છપાઈ ચુકી છે.
અર્પિતા ખાનના લગ્ન ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખરામના પૌત્ર આયુષ શર્મા સાથે નક્કી થયા છે. આયુષ બૉલીવુડમાં પોતાનું કૅરિયર બનાવવાની કોશિશ કરી રહ્યા છે, તો તેમના પિતા અનિલ શર્મા હિમાચલ પ્રદેશ મંત્રિમંડળમાં કદાવર મંત્રી છે.
અર્પિતા ખાનને સલીમ ખાન અને હેલને દત્તક લીધેલી છે અને તેઓ પોતાના ઘરમાં અરબાઝ ખાનની ખૂબ જ નજીક મનાય છે. અર્પિતાના મિત્રોની યાદીમાં કૅટરીના કૈફનો સમાવેશ થાય છે અને તેથી કૅટે લગ્નમાં પહોંચવાની હા પણ કહ દીધી છે.
બીજી બાજુ લગ્નમાં શાહરુખ ખાન અને આમિર ખાન પણ જવાના છે. કરીના કપૂર, કરણ જૌહર, કમલ હસન તથા સાઉથના અનેક સ્ટાર્સને આમંત્રણ અપાયા છે. અર્પિતાના લગ્ન હૈદરાબાદ ખાતેના ફલકનુમા પૅલેસમાં થવાના છે અને હાલ સલમાનનું મુંબઈ ખાતેનું ગૅલેક્સી ઍપાર્ટમેંટ ઝળહળી રહ્યું છે.
સલમાને ખાને અર્પિતાને વાયદો કર્યો છે કે તેમના લગ્ન એકદમ રાજકુમાની જેમ થશે અને તેઓ પોતાનો વાયદો પૂરો કરી રહ્યા છે.