For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખના બગડેલા દીકરાના બચાવમાં આવ્યા સુનીલ શેટ્ટી, કહ્યું કે...

શાહરુખના બગડેલા દીકરાના બચાવમાં આવ્યા સુનીલ શેટ્ટી, કહ્યું કે...

|
Google Oneindia Gujarati News

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શનિવારે રાતે મુંબઈમાં એક ક્રૂજ પર થઈ રહેલી રેવ પાર્ટીમાં દરોડા પાડી 10 જેટલા આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. આ કથિત રેવ પાર્ટી મુંબઈ તટ પર એક ક્રૂજ પર મનાવવામાં આવી રહી હતી. આ દરમિયાન એનસીબીએ દરોડા પાટી આ સિલસિલામાં આઠ લોકો (આર્યન ખાન, અરબાજ મર્ચેંટ, મુનમુન ધમેચા, નુપુર સારિકા, ઈસમીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડા)ની પૂછપરછ કરાઈ રહી છે. જણાવી દઈએ કે આર્યન ખાન બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનનો દીકરો છે.

રેવ પાર્ટી પર સુનીલ શેટ્ટીનું નિવેદન

રેવ પાર્ટી પર સુનીલ શેટ્ટીનું નિવેદન

હવે આ સમગ્ર મામલે બૉલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીના રિએક્શન સામે આવ્યાં છે. કથિત રેવ પાર્ટીમાં એનસીબીના દરોડા પર સુનીલ શેટ્ટીએ કહ્યું કે જ્યારે એક જગ્યાએ દરોડા પડે છે તો કેટલાય લોકોને કસ્ટડીમાં લઈ લેવામાં આવે છે. આપણે માનીએ છીએ કે કોઈ ખાસ છોકરાએ ડ્રગ્સનું સેવન કર્યું હશે. પ્રક્રિયા ચાલુ છે. આવો આ બાળકને થોડી રાહત આપીએ.

મીડિયા હંમેશા બૉલીવુડ પર ટૂટી પડે છે

મીડિયા હંમેશા બૉલીવુડ પર ટૂટી પડે છે

પોતાની વાત આગળ વધારતાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે અમારી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કંઈ થાય ત્યારે હંમેશા મીડિયા ઈન્ડસ્ટ્રી પર ટૂટી પડે છે. સૌકોઈને એવા જ સમજે છે. હજી પ્રક્રિયા ચાલી રહી છે, ફાઈનલ રિપોર્ટ આવવાનો ઈંતેજાર કરવો જોઈએ. હજી તે બાળક છે.

અત્યારે ધરપકડ નહીં થાયઃ NCB

અત્યારે ધરપકડ નહીં થાયઃ NCB

બીજી તરફ આ દરોડા પર એનસીબી પ્રમુખ એસએન પ્રધાને જણાવ્યું કે આ કાર્યવાહી બે અઠવાડિયા સુધી ચાલેલ તપાસનું પરિણામ છે. ગુપ્ત સૂચનાઓ પર અમે કાર્યવાહી કરી છે અને આમાં બૉલીવુડની સંડોવણીની લિંક સામે આવી છે. એસએન પ્રધાન મુજબ પહેલેથી જ આ મામલે કાર્યવાહી થઈ રહી હતી. અમે લોકો સતત ઈંટેલિજન્સ એકઠી કરી રહ્યા હતા. ઈનપુટ પાક્કા મળી જાય તે પછી કાર્યવાહી કરવાનું ધાર્યું હતું. ઈનપુટ પુખ્તા થયા બાદ જ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે ધરપકડ નહીં થાય.

કોઈને છોડવામાં નહીં આવે

કોઈને છોડવામાં નહીં આવે

એનસીબી પ્રમુખ એસએન પ્રધાને સંપૂર્ણ કાર્યવાહીને લઈ કહ્યું કે પૂછપરછ માટે 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ લોકો પાસેથી જે ઈનપુટ મળી રહ્યા છે તેને જ ઈનપુટ માનીને ધરપકડ થઈ શકે છે, આગળ કેટલાય દિવસો સુધી કાર્યવાહી કરવામાં આવશે. આ નેટવર્કમાં જે કોઈપણની સંડોવણી જણાશે પછી તે ગમે તે લોકો હોય તેમના સામે સખ્ત કાર્યવાહી થશે.

English summary
Aryan Khan is just child, let's give him breather says sunil shetty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X