For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણવીરના થેંક્સ પર રાજસ્થાન પોલિસ, ‘આવતી વખતે દીપિકાને લઈને આવજો'

બોલિવુડ અભિનેતા રણવીર સિંહે એક ટ્વીટ દ્વારા રાજસ્થાન પોલિસનો આભાર વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેતા રણવીર સિંહે એક ટ્વીટ દ્વારા રાજસ્થાન પોલિસનો આભાર વ્યક્ત કર્યો છે. ટ્વીટમાં તે પોલિસ ફોર્સ સાથે ઉભેલા દેખાય છે અને સ્પષ્ટ માલુમ પડી રહ્યુ છે કે તે હાલમાં જ રાજસ્થાન ગયા હતા. એવામાં રાજસ્થાન પોલિસનું તેમને સમર્થન માટે આભાર માનવાનું તો ઠીક પરંતુ જે અંદાજમાં તેમને આનો જવાબ મળ્યો તે લાજવાબ હતો.

રાજસ્થાન પોલિસે આપ્યો શાનદાર જવાબ

રાજસ્થાન પોલિસે આપ્યો શાનદાર જવાબ

રણવીર સિંહના ટ્વીટમાં તે પોલિસ ફોર્મ સાથે એક પ્લેન સામે ઉભા છે. જ્યારે તેમણે રાજસ્થાન પોલિસને સમર્થન માટે આભાર માન્યો તો રાજસ્થાન પોલિસના ટ્વીટર હેન્ડલથી એવો જવાબ આવ્યો જેમાં રણવીરની બધી હીટ ફિલ્મોના નામ હતા. તેમની આવનારી ફિલ્મ ગલી બોયનું નામ પણ હતુ. રાજસ્થાન પોલિસે લખ્યુ, ‘રણવીર સિંહ તમે ગલી બોયની જેમ આવ્યા પરંતુ ઘણુ બધુ સાબિત થયા. બાજીરાવ મસ્તાની અને છેલ્લે સુપર કૉપ. તમારી સાથે હોવુ હંમેશાથી શાનદાર હોય છે. આવતી વખતે જ્યારે તમે દીપિકા સાથે રાજસ્થાન આવશો તો અહીંના લોકો બેંડબાજા બારાત સાથે તમારુ સ્વાગત કરશે.'

આ દિવસે રિલીઝ થશે રણવીરની ગલી બૉય

આ દિવસે રિલીઝ થશે રણવીરની ગલી બૉય

રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ગલી બૉયમાં તેમની સાથે આલિયા ભટ્ટ છે અને તે ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. રણવીર સિંહની બાજીરાવ મસ્તાની વર્ષ 2015માં આવી હતી અને સુપરહીટ રહી હતી. આ ઉપરાંત ફિલ્મ પદ્માવતમાં પણ રણવીર સિંહની અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ઈટલીમાં રણવીરે દીપિકા સાથે કર્યા લગ્ન

ઈટલીમાં રણવીરે દીપિકા સાથે કર્યા લગ્ન

રણવીર સિંહે ગયા વર્ષે ઈટલીમાં દીપિકા પાદુકોણમ સાથે લગ્ન કર્યા હતા. અહીં બંનેએ ખાસ લોકો વચ્ચે લગ્ન કર્યા હતા. આ લગ્નથી મીડિયાને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્યુ હતુ અને ફોટા પણ બાદમાં જાહેર કરવામાં આવ્યા હતા. બંનેએ લગ્ન બાદ મુંબઈ પાછા આવીને અન્ય લોકો માટે રિસેપ્શનનું આયોજન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ જ્યારે બે લોકો સાથે ખુશ ના હોય તો તેમનુ અલગ થવુ સારુઃ સારા અલી ખાનઆ પણ વાંચોઃ જ્યારે બે લોકો સાથે ખુશ ના હોય તો તેમનુ અલગ થવુ સારુઃ સારા અલી ખાન

English summary
as ranveer singh thanked rajasthan police, he got this awesome reply
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X