આશા ભોંસલેને મળશે 'મહારાષ્ટ્ર ભૂષણ' અવૉર્ડ, પૌત્રી સાથે આ રીતે મનાવી ખુશી, જુઓ Video
દેશના જાણીતા ગાયિકા આશા ભોંસલેને મહારાષ્ટ્ર સરકારે સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈઃ દેશના જાણીતા ગાયિકા આશા ભોંસલેને મહારાષ્ટ્ર સરકારે સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે સરકાર તરફથી આ અંગેની ઘોષણા કરવામાં આવી કે આશા ભોંસલેને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2020થી સમ્માનિત કરવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં થયેલી પુરસ્કાર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો. રાજ્ય સરકારના આ નિર્ણય પર આશા ભોંસલેએ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેમની પૌત્રી જનાઈએ આશા ભોંસલેનો એક નાનો ઈન્ટરવ્યુ લીધો. જેમાં જનાઈ આશા ભોંસલેને પૂછે છે કે તમને મહારાષ્ટ્ર સરકારે 'મહારાષ્ટ્ર ભૂષણ' અવૉર્ડ આપવાનો નિર્ણય કર્યો છે, તમને કેવી લાગી રહ્યુ છે? આના જવાબમાં આશા ભોંસલે કહે છે કે તેમને ખૂબ જ સારુ લાગી રહ્યુ છે.

આશા ભોંસલેએ મહારાષ્ટ્રની જનતાનો વ્યક્ત કર્યો આભાર
આશા ભોંસલેએ આ સમ્માન મળવા પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યુ છે, 'મહારાષ્ટ્રના લોકોનો આભાર કે તેમણે મને રાજ્યનો સૌથી મોટો પુરસ્કાર 'મહારાષ્ટ્ર ભૂષણ' પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. હું બધાનો આભાર માનુ છુ. જય હિંદ, જય મહારાષ્ટ્ર.' આશા ભોંસલેએ પોતાની પૌત્રી જનાઈનો પણ આભાર માન્યો કારણકે વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે જનાઈએ પોતાની દાદી માટે કેક અને મિઠાઈની વ્યવસ્થા કરી હતી. આશા ભોંસલેએ કહ્યુ છે કે જનાઈ તમારો પણ આ પ્રેમ માટે ખૂબ-ખૂબ આભાર.
તમને જણાવી દઈએ કે આશા ભોંસલે પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના બહેન છે, તેમનો જન્મ 8 સપ્ટેમ્બર, 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં થયો હતો. આશા ભોંસલેએ 1944માં એક મરાઠી ફિલ્મમાં સૌથી પહેલા ગીત ગાયુ હતુ. આશા ભોંસલેને ફિલ્મ ફેર લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત તેમને વર્ષ 2000માં દાદાસાહેબ ફાળકે અવૉર્ડ પણ મળી ચૂક્યો છે.
Just got the news of being bestowed the Maharashtra State highest honour to a civilian - Maharashtra Bhushan Puraskar. And no better people to enjoy it with than with your own. @ZanaiBhosle Thank you all for your love and blessings. Jai Maharashtra 🙏🏼 Jai Hind 🇮🇳 pic.twitter.com/7fODtVxYPl
— ashabhosle (@ashabhosle) March 25, 2021
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
